Abtak Media Google News

સોરઠીયા પ્લોટમાં જુગાર રમતા સાત પત્તા પ્રેમી ઝડપાયા

શહેરના જીવરાજપાર્ક અને સોરઠીયા પ્લોટમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જીવરાજપાર્કમાંથી આઠ શખ્સોને ‚રૂ.૮૯,૮૦૦ની રોકડ સાથે અને સોરઠીયા પ્લોટમાં જુગાર રમતા સાત શખ્સોને ,રૂ. ૯,૬૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જીવરાજ પાર્ક પાસે આવેલા ધ નેસ્ટ ફલેટના પાંચમાં માળે રહેતા નારમ ગંગદાસ કાલાવડીયા નામનો શખ્સ જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે તાલુકા પી.આઇ. વી.એસ.વણઝારા, પી.એસ.આઇ. એન.ડી.ડામોર, હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહ ચુડાસમા, નગીનભાઇ ડાંગર અને હિરેન આહિર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.

જુગાર રમતા નારણ ગંગદાસ કાલવડીય, વૃંદાવનનગરના વૈભવ સુરેશ ખાટ, ઉદયનગરના રાકેશ મહેન્દ્ર કાલાવડીયા, કાલાવડ રોડના આનંદ અરવિંદ સુરેજા, જીવરાજ પાર્કના નિલ નારણ કાલવડીયા, વાપીના ધર્મેશ રસિક દેત્રોજા, ગોર્વધન ચોકના જગદીશ લવજી કાલરીયા અને જામજોધપુરના સુરેશ મોહન ખાંટ નામના શખ્સોને ‚રૂ.૮૯,૮૦૦ની રોકડ સાથે ધરપકડ કરી છે.

સોરઠીયા પ્લોટમાં ૩માં રહેતા મનસુખ કરશન મકવાણાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આઘારે એ ડિવિઝન પી.એસ.આઇ. જે.એમ.ભટ્ટ સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા મનસુખ કરશન મકવાણા, જિલ્લા ગાર્ડનના દિલીપ રામજી મકવાણા, ભરત જીવા બથવાર, મનિષ ગોવિંદ ચાચીયા, બકુલ ભીખા ચંદ્રપાલ, રવિ મુળજી મકવાણા અને વિનોદ અરજણ મકવાણા નામના શખ્સોને ‚રૂ.૯,૬૦૦ના જુગાર સાથે ઝડપી લીધા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.