Abtak Media Google News

માસ્ક પહેરી, સામાજીક અંતર જાળવી ખાસ નમાજ અદા કરાઇ

ઇદ ઉલ ઉઝહા ની ગાંધીધામ સંકુલમાં સાદગીથી અને સરકારની ગાઇડ લાઇન અને કલેકટરના જાહેરનામા મુજબ તમામ નિયમોનું પાલન સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઇદની નમાજ અદા કરવામાં આવી હતી. નવી સુંદરપુરી મસ્જીદે તપલાહ ખાતે મૌલાના શોકત અલી અકબરીએ ખુત્બો તથા ઇદ નમાજ પઢાવી આજના દિવસે ગરીબો, યતીમો ને મદદ કરવી તથા ભારત દેશ કોરોનાની મહામારી બીમારીથી આઝાદ થાય આજે મોહબ્બતથી રહે અને કોરોના સાથે નફરતનો વાઇરસ પણ નાબુદ થાય તેવી દુઓ કરી હતી. કચ્છ જીલ્લાના મુસ્લિમ અગ્રણીઓ હાજી જુમા રાયમાએ સર્વે હિન્દ-મુસ્લીમ ભાઇઓને ઇદ મુબારક પાઠવ્યા હતા. તેમણે જણાવેલ કે આજના દિવસે કુરબાની કરવી એ હઝરત ઇબ્રાહીમ (અ.સ.)ની સુન્નત છે, પણ નફરતો અને બુરાઇયોનો ખાત્મો કરવો તથા પ્યાર મહોબ્બતનો પૈગામ આપવો એ ઇસ્લામના મહાન આખરી પયગંમ્બર હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ની સુન્નત છે.

આપણે આપણા તહેવારો સારી રીતે ઉજવીએ સાથે સાથે શ્રાવણ  માસ ચાલતો હોવાથી આપણા હમવતની હિન્દુભાઇની લાગણીનો પણ ઘ્યાન રાખીએ તેવું હાજી જાુમા રાવમાં એ જણાવ્યું હતું.

મસ્જીદમાં સોશિયલ ડીસ્ટન્સ સાથે તમામ લોકો માસ્ક પહેરીને મસ્જીદમાં પણ સેનીટાઇઝરની તમામ વ્યવસ્થા મસ્જીદ કમીટી તરફથી કરવામાં આવી હતી. કલેકટરના જાહેરનામાની અમલવારી સાથે ઇદ નમાઝ અદા કરવામાં આવેલ, એ ડીવીઝન પી.આઇ. શ્રીમતિ સાગઠીયા તથા સ્ટાફે વ્યવસ્થા ગોઠવેલ તે બદલ મુસ્લિમ સમાજે આભાર વ્યકત કર્યો હતો. આ પ્રસંગે આગેવાનો જુમા સમા, સુમાન હીંગોરની શાહનવાઝ શેખ, સલીમ રાયમા વગેરે વ્યવસ્થા જાળવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.