Abtak Media Google News

ફુટપાથ અને રાજમાર્ગો પર સમી સાંજથી ખડકાતી ઈંડાની લારીઓમ્યુનિ.કમિશનરને દેખાતી નથી, માત્ર ચિચોડા દેખાયા: નોટિસ આપવાનો તઘલખી નિર્ણય

શહેરનો એકપણ રાજમાર્ગ કે ફુટપાથ એવી ન હોય કે જયાં સમી સાંજથી ઈંડાની લારીઓનું દબાણ ખડકાવવાનું શ‚ નહીં થતું હોય. જીવદયાપ્રેમીઓની લાગણી સાથે મહાપાલિકાનું નિંભર તંત્ર રિતસર ચેડા કરી રહ્યું છે. ઈંડાની લારીવાળાઓને ઘુંટણીયે પડી જતા તંત્રએ નબળી બયરા પર પતિ સુરો તે કહેવત અપનાવી હોય તેમ રાજમાર્ગો પર ઈંડાની લારી રાખવાની છુટ આપવામાં આવી રહી છે તો વર્ષમાં માત્ર બે-ત્રણ મહિના જ ધંધો કરી પેટીયુ રળતાં શેરડીના ચિચોડાવાળા પર પ્રતિબંધ ઝીંકી દેવામાં આવ્યો છે.

સામાન્ય રીતે ઉનાળાનાં ૩ થી ૪ માસ દરમિયાન જ શેરડીના રસનો ધંધો રહેતો હોય છે ત્યારબાદ રાજમાર્ગો પર કયારેય શેરડીના ચિચોડા જોવા મળતાં નથી. ઈંડાની લારીઓનું દબાણ બારેમાસ યથાવત રહે છે. ઈંડાનું દુષણ દુર કરવા માટે મેયર અને મ્યુનિ.કમિશનરને અનેક વખત જીવદયા પ્રેમીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતને કચરા ટોપલીમાં ફગાવી દેવામાં આવી છે. એકપણ વખત ઈંડાની લારીનાં દુષણને દુર કરવા માટે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી નથી તો બીજી તરફ હવે મહાપાલિકાનાં તંત્રએ શેરડીનાં ચિચોડાવાળા પર ધોસ ઉતારવાનો નિર્ણય લીધો હોય તેવું લાગી રહ્યું છે.

આજે મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, શહેરનાં મુખ્ય રાજમાર્ગો પર શેરડીનાં ચિચોડાવાળાઓને ઉભા રહેવા નહીં દેવાય જો કોઈ દુકાનદાર ચિચોડો બહાર કાઢશે તો તેને નોટીસ ફટકારવામાં આવશે. શહેરમાં એક અંદાજ મુજબ આશરે એક હજાર જેટલા ચિચોડા આવેલા છે જે વર્ષમાં માત્ર ૩ થી ૪ મહિનાં જ ધંધો કરી રોજગાર મેળવે છે. જેના પેટ પર ખુદ મ્યુનિસિપલ કમિશનર પાટુ મારવા ઉભા થયા છે.

વર્ષમાં ૩૬૫ દિવસ રાજમાર્ગો અને ફુટપાથો પર સમી સાંજથી જ દબાણ ખડકી દેતી ઈંડાની લારીઓ મ્યુનિ.કમિશનરે કોર્પોરેશનનાં એક પણ અધિકારીને નજરે ન ચડતી હોય તેવું લાગી રહ્યું છે તો શહેરમાં કોઈપણ રાજમાર્ગ પર ઈંડાની લારીનું દબાણ કરવાની જાણે છુટ આપી દેવામાં આવી હોય તેવું મહેસુસ થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.