Abtak Media Google News

એરપોર્ટ માટે જમીન સંપાદનની કામગીરી ત્વરિત પૂર્ણ કરવા કલેકટરને આદેશ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજકોટ નજીક નિર્માણ થઇ રહેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ AIIMS  કન્ટેનર ડેપો અને ખીરસરા જીઆઈડીસી ના પ્રોજેક્ટ ની કામગીરીની તલસ્પર્શી  સમીક્ષા કરી હતી.  મુખ્યમંત્રીએ આ પ્રોજેક્ટ્સ તેના નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે  હેતુસર સંબંધિત અધિકારીઓને નિયમિત ફોલો અપની પણ તાકીદ કરી હતી

Advertisement

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે બહુધા જમીન સંપાદનનું કામ પૂર્ણ થયું છે પરંતુ હજુ પણ જે જમીન સંપાદન પ્રક્રિયા બાકી છે તે ત્વરિત પૂર્ણ થાય અને એક ગામ તળ ને તબદીલ કરવાની બાબતે પણ મુખ્યમંત્રીશ્રીએ બેઠકમાં ચર્ચા કરી જિલ્લા કલેકટરશ્રીને સૂચનાઓ આપી હતી.

પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ રાજકોટ એઈમસ માટે જમીન સંપાદન થઇ ગઇ છે તેમજ ડિઝાઇન અને લે આઉટ  માટે Consultancy નિમણુક પણ થઈ ગઈ છે તે સંજોગોમાં પ્રોજેક્ટ ની કામગીરી  અને એપ્રોચ  રોડ તથા એમ્સના નિર્માણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ ના કામો ઝડપથી હાથ ધરવા મુખ્યમંત્રી ચર્ચા વિચારણા કરી હતી તેમણે ભારત સરકાર સાથે પરામર્શ માં રહીને આગામી શૈક્ષણિક સત્ર જુન૨૦૨૦ થી એમબીબીએસ ની પ્રથમ બેચ અહીં શરૂ થાય તે માટે પણ આરોગ્ય અગ્ર સચિવને યોગ્ય કાર્યવાહી માટે માર્ગદર્શન આપ્યું હતું  હાલ રાજકોટ મેડિકલ કોલેજ માં ઉપલબ્ધ સુવિધાઓનો પણ આ હેતુસર ઉપયોગ કરી શકાય એમ પણ તેમણે સૂચવ્યું હતું

રાજકોટના ખીરસરા  જી આઈ ડી સીમાં જે ૪૯૫ જેટલા પ્લોટ ઉપલબ્ધ છે તેનો ટૂંક સમયમાં પારદર્શી રીતે ડ્રો કરીને ઉદ્યોગકારોને આ પ્લોટ ઝડપી મળે અને અન્ય આનુષંગિક સુવિધાઓ પણ ત્યાં ઉભી થાય એ માટે તેમણે જીઆઇડીસીના મેનેજિંગ ડિરેક્ટરને સૂચનાઓ કરી હતી

મુખ્યમંત્રીએ રાજકોટમાં કન્ટેનર ડેપો માટે પણ જમીન આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવી છે તે સંદર્ભની ચર્ચાઓમાં જિલ્લા કલેકટરશ્રીને સૂચન કર્યું કે ક્ધટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડીયાની આ જમીન માટેની રકમ ભરી દેવા સૂચના આપી દેવાય.  તેમણે મોરબી, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના ઉધોગકારોને આ ક્ધટેનર ડેપોનો લાભ મળે તેમજ કંડલા અને અન્ય બંદરો પરથી પણ માલની નિકાસમા આ ડેપો ઉપયોગી થાય તે માટે વિવિધ ચેમ્બર ઓફ કોમર્સના સૂચનો અંગે પણ બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી

મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મહેસુલ અધિક મુખ્ય સચિવ  પંકજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ  એમ કે દાસ, આરોગ્ય અને પ્રવાસનના અગ્રસચિવઓ, મુખ્યમંત્રીના સચિવ, અને જીઆઇડીસીના એમ.ડી, તથા રાજકોટ કલેકટર આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચર્ચામાં ભાગ લીધો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.