Abtak Media Google News

વિચારમંચને અભૂતપૂર્વ પ્રતિષાદ, બે હજાર લોકોએ કરાવ્યું રજીસ્ટ્રેશન: સાંઈ રામ દવેના ‘મામાનું ઘર કેટલે’ પુસ્તકનું વિમોચન અને મહાપૂજા ધામ ચોક ખાતે નચિકેતા સર્કલનું ઉદ્ઘાટન પણ કરાશે

તા.૨૨ માર્ચ રાજકોટ મવડી ગ્રીન્સ પાર્ટી પ્લોટ ખાતે સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશન અને સુરક્ષા સેતુ દ્વારા ‘ક કેળવણીનો ક’ વિચારમંચનું આયોજન થયેલું છે. જેમાં મુખ્ય વકતા તરીકે ભાગવતાચાર્ય પૂ.રમેશભાઈ ઓઝા, કેળવણીકાર ભદ્રાયુ વછરાજાની તથા સાહિત્ય અને શિક્ષણના વકતા સાંઈરામ દવે કેળવણીની સાંપ્રત-પૌરાણિક અને ભવિષ્યની ચર્ચા અને ચિંતન રજૂ કરશે.

આ સેમીનારને વાલીઓએ ખુબ સરસ પ્રતિસાદ આપ્યો છે. અત્યાર સુધીમાં www.sailaxmi foundation.com/kkપર બે હજાર જેટલા લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ સેમીનારમાં પૂ.ભાઈશ્રી મહાપૂજા ધામ ચોક ખાતે ‘નચિકેતા સર્કલ’નું ઉદ્ઘાટન કરશે. તેમજ સાંઈરામ દવેના બાળકો માટેના પુસ્તક ‘મામાનુ ઘર કેટલે’નું વિમોચન કરશે.

શિખવે તે શિક્ષણ અને કેળવે તે કેળવણી. આમ શિક્ષણ અને કેળવણીમાં ફર્ક શું એની આજના યુગમાં ઘણા બધાને ખબર જ નથી. જયારે ‘ક કેળવણીનો ક’ કાર્યક્રમ બાળકની અને જીવનની કેળવણી પર વિશેષ પ્રકાશ પાડતો કાર્યક્રમ છે. પોરબંદર સ્થિત ‘સાંદીપનિ ગુરુકુલ’ દ્વારા આધુનિક યુગના સંસ્કૃત વિશેષજ્ઞો અને વકતાઓનું ઘડતર કરનાર પૂ.રમેશભાઈ ઓઝા ‘શ્રીમદ્ ભાગવત કથા’ દ્વારા સમગ્ર વિશ્વમાં જાણીતા છે.

પોરબંદર સાંદીપનિ વિદ્યાનિકેતન, જન્મસ્થાન દેવકામાં વિદ્યાપીઠ તેમજ ડાંગ જિલ્લાના આદિવાસી બાળકો માટે પૂ.ભાઈશ્રી સાપુતારામાં શિક્ષણ સંસ્થા ચલાવી સેવા પ્રવૃતિ કરી રહ્યાં છે. આપણી ઋષિકુળની પરંપરાને ઋષિકુમારો દ્વારા પૂ.ભાઈશ્રી સતત પ્રજ્જવલિત રાખવાની કોશિષ કરી રહ્યાં છે.

પૂ.ભાઈશ્રીના મતે કેળવણી એટલે શું ? એ જાણવા અને માણવાનો રાજકોટવાસીઓને પ્રથમવાર મોકો મળ્યો છે. સુરક્ષા સેતુના સહયોગથી આકાર પામનાર આ કાર્યક્રમ માટે સાંઈ લક્ષ્મી ફાઉન્ડેશનના ચેરમેન અમિત દવેએ જનતા જોગ નમ્ર અનુરોધ કર્યો છે. આ કાર્યક્રમ તદન ફ્રી છે પરંતુ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરાવી આપ આવી શકો છો. રજીસ્ટ્રેશન કરનારને ૯૩૨૭૫૬૬૭૫૧ નંબર પરથી તેમજ મા‚તી કુરીયર સર્વિસની ઓિફસ પરથી આ કાર્યક્રમના ફ્રી પાસ ઉપલબ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.