Abtak Media Google News

વિશ્ર્વ બેંકે મંગળવારે રજુ કરેલા રીપોર્ટમાં નોધ્યુ છે કે ભારત સહિતના દેશોમાં લાખો વિદ્યાર્થીઓને જોઇએ તેવું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મળતુ નથી જેના કારણે જીવનમાં સફળ થવાની સારી તક ગુમાવવી પડે છે. અને પાછલી વયમાં ઓછી આવકે કામનો ઢસરડો કરવો પડે છે. વર્લ્ડ ડેવલોમેન્ટ રીપોર્ટ ૨૦૧૮ લર્નીગ ટુ રીયલાઇઝ એજ્યુકેશન પ્રોમીસ અપાયા હતા. જેમાં બીજા ધોરણમાં ભણતો વિદ્યાર્થી નાનકડો શબ્દ પણ વાંચી શકતો નથી. આ યાદીમાં ભારત બીજા ક્રમે છે. બીજા ધોરણમાં બે આંકડાની બાદબાકી પણ કરતા ન આવડતા હોય તેવા વિદ્યાર્થીઓ વાળા દેશોની યાદીમાં ભારત સાતમાં સ્થાને છે. ગ્રામીણ ભારતમાં ત્રીજા ધોરણમાં ભણતા ૭૦ ટકા બાળકો બે આંકડાની બાદબાકી કરી શકતા નથી. ધો.૫ સુધીમાં પણ ૫૦ % ગણિત આવડતુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.