Abtak Media Google News

ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનિકસ વિષય પર ૨૩૮ બાળ વૈજ્ઞાનિકોએ મોડલ્સ રજુ કર્યા

જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ડાયેટ રાજકોટ દ્વારા આયોજીત બે દિવસીય શહેર કક્ષાનાં ડો.વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૯નું ભવ્યાતિભવ્ય આયોજન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પૂર્વ ઝોનની પંડિત જવાહરલાલ નહેરૂ પ્રા.શાળા નં.૬૭ ખાતે કરવામાં આવ્યું હતું. બે દિવસનાં પ્રદર્શનનાં મુખ્ય વિષય જીવનનાં પડકારો માટે વૈજ્ઞાનિક ઉપાયો અન્વયે ૧૧૯ શાળાઓના કુલ ૨૩૮ બાળ વૈજ્ઞાનિકોએ ૧૧૯ કૌશલ્યવર્ધક વર્કિંગ મોડેલ્સ રજુ કરીને સર્વેને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ બે દિવસમાં ૧૦,૦૦૦ થી વધુ છાત્રોએ પ્રદર્શન નિહાળી પ્રેરણા મેળવી હતી.

કાર્યક્રમનાં ઉદઘાટન સમારોહમાં કાર્યક્રમનાં ઉદઘાટક સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, ડેપ્યુટી મેયર અશ્ર્વિનભાઈ મોલિયા, નેતા શાસક પક્ષ દલસુખભાઈ જાગાણી, શિક્ષણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, શિક્ષણ સમિતિનાં સદસ્ય સર્વ મુકેશભાઈ મહેતા, જગદીશભાઈ ભોજાણી, ભાવેશભાઈ દેથરિયા, અલ્કાબેન કામદાર, કિરણબેન માંકડિયા, ડો.ગૌરવીબેન ધ્રુવ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોનાં ઉત્સાહમાં વધારો કર્યો હતો.

4 2

કાર્યક્રમ અંતર્ગત ટકાઉ કૃષિ પઘ્ધતિઓ, સ્વચ્છતા અને સ્વાસ્થ્ય, સંશાધન વ્યવસ્થાપન, ઔધોગિક વિકાસ, ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાપણ અને શૈક્ષણિક રમતો/ ગાણિતીક નમુના નિર્માણ એમ કુલ ૫ વિભાગોમાં પ્રદર્શન યોજાયું હતું.

મહત્વનું છે કે, સમાપન સમારોહમાં મ્યુનિ.ફાયનાન્સ બોર્ડનાં ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનાં પ્રમુખ અજયભાઈ પટેલ, શાસનાધિકારી એસ.બી.ડોડીયા, શિક્ષણ સમિતિ સદસ્ય અલકાબેન કામદાર, મુકેશભાઈ મહેતા, કિરણબેન માંકડિયા, ભાવેશભાઈ દેથરિયા, રહીમભાઈ સોરા સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહીને બાળવૈજ્ઞાનિકોને સર્ટીફીકેટ અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા. સર્વ મહેમાનોની વિજ્ઞાનની પુસ્તિકા આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા વિવિધ સમિતિનાં કમિટી મેમ્બરો, તેમજ શિક્ષણ સમિતિ કચેરી સ્ટાફ તથા એસ.એસ.એ. સ્ટાફે, આચાર્યઓ અને શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.