Abtak Media Google News

ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન અમેરિકન ડોલર નું કદ આપવાના લક્ષ્યને પ્રાપ્ત કરવું કેટલાક વિશિષ્ટ સંજોગોમાં અને તર્કસંગત આગાહી માં અશક્ય માનવામાં આવતું હોય પરંતુ ભારત માટે હવે આ લક્ષ્ય સિદ્ધ કરવું હથેળી નો ગોળ જેવું સરળ બન્યું છે ,વર્ષ ૨૦૧૯ સમગ્ર વિશ્વ માટે કોરોના ના કારણે આરોગ્ય, આર્થિક મંદી અને વેપાર-ધંધા ઓ બંધ થઈ જવાના કારણે અર્થતંત્ર ને જાળવી રાખવી એ પણ પડકાર બન્યું હતું સમગ્ર વિશ્વમાં હાર્દિક કેતને આરોગ્યક્ષેત્રે આવી પડેલી પડકારરૂપ કામગીરી ના કારણે સરકારી તેજુરી ના તળિયા દેખાવા લાગ્યા હતા, અને કોરોના મહામારીની કોઈ દવા ન હોવાથી ભાવિ આસલામતીના ભયથી સમગ્ર વિશ્વ  ફડતું હતું ત્યારે ભારતમાં કોરોના સંક્રમણ ને અટકાવવાથી લઈ રસી બનાવવા સુધીની કવાયત પૂરજોશમાં ચાલતી હતી અને અંતે દુખના દિવસો સામે પ્રચંડ પુરુષાર્થનો વિજય થયો હોય તેમ ભારતમાં જ તૈયાર થયેલી કોરોનાની ત્રણ રસીએ સમગ્ર વિશ્વને આ મહામારી સામે સુરક્ષા કવચ આપ્યું. મહા મારી સામે વિજય મેળવવામાં ભારતને જેવી રીતે સફળતા મળી તેવી રીતે અર્થતંત્ર પાયારૂપ પ્રોત્સાહન પૂરું પડે તેવી રીતે વૈશ્વિક મંદી અને ક્રૂડ ની સાથે સાથે નીચે ઉતરેલા ડોલરના ભાવ નો લાભ લઇ ભારતે  અનામત ભંડોળ માં વધારો કરવાની સાથે સાથે આયાતની પરાવલંબીતા ઓછી કરવા માટે સ્થાનિક ધોરણે ઉત્પાદનના વધારા અને આયાતની અવેજી માં ઘરઆંગણા ની વસ્તુઓનો વપરાશ કરી આયાતનું ભારણ ઘટાડવાની બેવડી રણનીતિ કરકસરની સાથે સાથે જરૂરી ફુગાવાના દરને રાજકોષીય ખાધ જેવા નકારાત્મક પરિબળોને અર્થતંત્રના હિતમાં કરવાની રણનીતિ એ ભારતની મૂડીબજારમાં વિશ્વાસ વધાર્યો હતો બીજી તરફ બાયડન સતા પર આવ્યા તેના વધામણા રૂપી વૈશ્વિક શેરબજારમાં આવેલી તેજી ભારતીય શેરબજારમાં તમામ સભ્યોને લેવાલી અને ભારતમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થવાથી વિદેશી મૂડીરોકાણમાં પણ મબલખ આવક ના કારણે શેરબજાર દોઢ મહિનામાં ૧૦૦૦૦ પોઈન્ટની વૃદ્ધિ પ્રાપ્ત કરી છે ભારતીય શેરબજાર માં અર્થતંત્રના વિવિધ સકારાત્મક માપદંડોના પડઘા પડ્યા હોય તે ૫૦ હજારની સપાટી પ્રાપ્ત થઇ છે અભી તો એ શરૂઆત હૈ ની જેમ ભારતની આર્થિક સામાજિક અને વૈશ્વિકરણની નીતિ ની સાનુકૂળ અસરોથી ભારતનું મૂડી બજાર હજુ વધુ સમૃદ્ધ થશે

તેમાં બેમત નથી કૃષિક્ષેત્રના વિકાસ માટે સરકારના પ્રયાસો વરસાદ અને મોસમની કુદરતી કૃપા ની સાથે સાથે સ્થાનિક ઉદ્યોગો નો પૂર્ણ ધમધમાટ અને કોરોના સામેની લડાઈમાં ભારતના વિજયને લઇને દેશમાં જે ઉત્સાહ અને પરાક્રમ નો માહોલ ઉભો થયો છે અને અર્થતંત્રના વિવિધ સકારાત્મક આયામો શેરબજારની ગાડીના લીવર ઉપર જોરથી પગ મૂકી દીધો છે ૫૦૦૦૦ આ સીમાચિહ્નરૃપ આંકડો તો ભારતીય મૂ ડીબજારનું મધ્યાંતર બનશે હજુ બજાર સામાન્ય ઉતાર-ચઢાવ બાદ કરતા વધુ ફાલશે ફુલ સે ભારત આવતી કોઈપણ જાતના ખોટા ફુગાવા કે આવાસ્તવિક પરિસ્થિતિ ના બદલે નકર વિકાસના પાયા ઉપર ઇમારત ઊંચી ચાલી રહી છે અમેરિકાની સ્થિર પરિસ્થિતિનો આશાવાદ ના પગલે વિશ્વ બજારોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે એશિયા અને યુરોપના બજારોમાં પણ તેજી નીહવા ચાલે છે

ભારતના વેપાર-ઉદ્યોગની વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને ભારત સાથે દવાથી લઈ તમામ ક્ષેત્રોમાં વેપાર ધંધો કરવા માટે વિશ્વની ઇન્ટરનેશનલ કંપનીઓ કતારમાં ઊભી થશે ત્યારે ભારતમાં પણ સ્થાનિક ધોરણે સ્ટાર્ટઅપ અને લઘુ મધ્યમ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન કૃષિક્ષેત્રના વિકાસ માટે પૂરતું ભંડોળ અને સરકારની પ્રત્યેક ગતિવિધિઓ દેશના અર્થતંત્ર માટે સુવર્ણ કાલના દ્વાર ખોલી રહી છે ત્યારે શેરબજારની આજની તેજી આવનારા દિવસો ના શુભ સંકેત જેવી બની રહેશે શેરબજારમાં રોકાણકારોને અપેક્ષાથી વધુ વળતર મળશે તેમાં બે મત નથી પરંતુ શેરબજાર કયારેય તકસાધુઓ ને વરમાળા પહેરાવવાની નથી અનેલાંબા ગાળાના રોકાણકારો ને ક્યારેય નુકસાન થતું નથી પરંતુ આંધળુક્યા કરવાવાળાઓને વારંવાર મોટુ નુકસાન ખમવું પડે છે શેરબજારનું રોકાણ અને વ્યવસાય કારો માટે કમાણી નું ઉત્તમ માધ્યમ છે પરંતુ શેરબજાર જુગારીઓને ક્યારેય મૂડી બજાર સ્વીકારતી નથી અત્યારે બજારની આતેજી હજુ ઘણી આગળ વધશે તેમાં બે મત નથી પરંતુ દરેક રોકાણકારોને મગજ અને આંખો ખુલ્લી રાખવી જોઇશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.