ટી થી લઈને ટેક્સટાઈલ્સ અને ઉપચાર સુધીની દુનિયામાં ભારતના પ્રયાસોની ગૂંજ: વડાપ્રધાન મોદી

પ્રવાસી ભારતીય દિવસ સંમેલનમાં પ્રધાન મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનો પ્રારંભ કર્યો હતો. મોદીએ સંબોધન કરતાં કોરોનાના સમયનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ કહ્યું હતું- ભારતીયોએ કોરોના જેવા મુશ્કેલ સમયમાં જે સેવાભાવ બતાવ્યો એના પર ગર્વ છે. આજે ટીથી લઈને ટેક્સટાઈલ્સ અને ઉપચાર સુધીની દુનિયામાં ભારતના પ્રયાસોની ગૂંજ છે.

દુનિયાભરના મિત્રોએ ભારતની જાણે સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સૂચવે છે કે ભારત સાથેનો સંબંધ વધી રહ્યો છે. સ્પર્ધામાં ભાગ લેનારાઓને હું અપીલ કરું છું કે આવતી વખતે વધુ લોકોને જોડો. ભારતમાં ભણતા લોકોએ પણ એમાં જોડાવું જોઈએ. ભારતને જાણવા માટે ટેક્નોલોજી ડ્રિવન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. વિદેશમાં સ્થાયી ભારતના લોકોએ જે રીતે ફરજ બજાવી એ પ્રશંસાને પાત્ર છે. સુરીનામના રાષ્ટ્રપતિ સંતોખી જી આ સેવાભાવનું ઉદાહરણ છે.

મોદીએ કહ્યું, ’સુરીનામના રાષ્ટ્રપતિએ જેવો ભારત પ્રત્યેનો સ્નેહભાવ બતાવ્યો છે એ પ્રેરણા આપે છે. આપણને ભારતમાં તેમની સેવા કરવાનો અવસર મળશે એવી આશા કરું છું. પ્રવાસી ભારતીયોએ વીતેલા સમયમાં ઓળખ મજબૂત કરી છે. ભૂતકાળમાં ઘણાં રાજ્યોના વડા સાથે વાત કરી હતી. મુશ્કેલ સમયમાં તેમણે કેવો સેવાભાવ બનાવી રાખ્યો એનાથી ગર્વ થાય છે. તમારા સંસ્કાર દરેક ખૂણામાં પ્રકાશ પાડી રહ્યા છે. તમે જ્યાં રહો છો અને ભારતમાં પણ કોરોના સાથેની લડતમાં ટેકો આપ્યો છે એ ભારતનું આરોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યું છે. સંત તિરુવલ્લુવારે તમિળમાં કહ્યું હતું કે વિશ્વની શ્રેષ્ઠ ભૂમિ એ છે જે વિરોધીઓ સામે દુષ્ટતા ન કરે અને બધાના સારા માટે કામ કરે છે. પછી ભલે એ શાંતિનો સમય હોય કે સંકટ, ભારતીયોએ આ બધાનો અડગ રહીને મુકાબલો કર્યો છે.

કોરોનાના સમયનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ભારત આજે ભ્રષ્ટાચારને સમાપ્ત કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. રૂપિયા આજે સીધા લાભાર્થીના ખાતામાં પહોંચી રહ્યા છે. ટેકનોલોજીથી ગરીબના સશક્તીકરણની ચર્ચા વિશ્વભરમાં થાય છે. અગાઉ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારત અલગ-અલગ થવાને કારણે સ્વતંત્ર થઈ શકશે નહીં, પરંતુ આ ખોટું સાબિત થયું. આઝાદી પછી કહેવાતું હતું કે અહીં લોકશાહી થઈ શકે નહીં, આ પણ ખોટું સાબિત થયું છે.

મેક ઇન ઇન્ડિયાથી સમગ્ર વિશ્વને લાભ મળશે

મેક ઇન ઈન્ડિયા કાર્યક્રમનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કેકરોડો ભારતીયોની મહેનતથી ભારતમાં જે ઉત્પાદનો બનાવવામાં આવશે, જે ઉકેલો ભારતમાં તૈયાર કરવામાં આવશે એનાથી સમગ્ર વિશ્વને લાભ થશે. વાય૨કે સમયે ભારતે દુનિયાને કેવી રીતે મુક્ત કરી હતી. જો દુનિયા આજે ભારત પર વિશ્વાસ રાખે છે, એમાં પ્રવાસી ભારતીયોનું પણ મોટું યોગદાન છે.

Loading...