Abtak Media Google News

ઈન્ડોનેશિયા આફતનું પર્યાય બની ગયું હોય તેમ કુદરતી અને માનવ સર્જીત આફતોથી આ ટચુકડો દેશ વારંવાર દુ:ખના દરિયામાં ડહોળાતો રહે છે. ઈન્ડોનેશીયામાં એક તરફ ખાય તો બીજી તરફ આગ જેવી પરિસ્થિતિ સર્જાતી રહે છે, શા માટે ઈન્ડોનેશીયા દિવસે દિવસે જોખમી બની રહ્યું છે તે પ્રશ્ર્ન વારંવાર વૈશ્ર્વિક ચર્ચાનો વિષય બનતો જાય છે.

ધરતીકંપ, જવાળામુખી, સુનામી, ચક્રવાત, ભેખડો ધસી પડવાની ઘટનાઓ ઉપરાંત સમુદ્રમાં જહાજ ડૂબી જવાથી લઈને આકાશમાં વિમાન દુર્ઘટનાઓ અને ભેદી સંજોગોમાં વિમાનો ગુમ થવાની ત્વારીખ ઈન્ડોનેશીયાની કિસ્મત બની ગઈ છે. તાજેતરમાં જ જકાર્તા નજીક છ વર્ષના તરૂણ સહિત ૧૧ લોકો ભેખડ ધસી પડવાથી મોતને ભેેટયા હતા.

ભારે વરસાદના કારણે ચાલી રહેલી બચાવ રાહત કામગીરી દરમિયાન સુમેદન ગામ નજીક ભેખડ ધસી પડવાની ઘટનાઓએ આ કરૂણાંતિકા સર્જી હતી. સ્થાનિક લોકોને સાથે રાખીને વ્યવસ્થા તંત્રએ બચાવ, રાહત કામગીરી હાથ ધરી છે. ઓછામાં ઓછા ૧૧ લોકો આ જીવલેણ ભેખડ ધસી પડવાની દુર્ઘટનાથી મોતને ભેટયા હતા. ભેખડ ધસી પડવાની ઘટનાઓ ઈન્ડોનેશીયામાં સામાન્ય છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પણ ૧૧ લોકો આવી દુર્ઘટનામાં મોતને ભેટયા હતા. ઈન્ડોનેશીયા ડિઝાસ્ટર એજન્સીએ દાવો કર્યો છે કે, અત્યાર સુધી કુલ ૧૨ કરોડ જેટલા લોકો પર સતત ભેખડ ધસી પડવાનો ભય જળુંબાઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.