વોટ્સએપ ચેટ છુપાવવાનો સરળ રસ્તો, ડીલીટ કરવાની જરૂર નથી

જ્યારે તમે વોટ્સએપ પર કોઈની સાથે સિક્રેટ ચેટ કરી રહ્યાં હોવ ત્યારે ફોન કોઈ બીજાના હાથમાં જાય અને ચેટ વાંચી જાય તેવો ડર રહે છે.

જો કે, તમે આ ટ્રીકનો ઉપયોગ કરો છો, તો તમારો આ ડર પણ ગાયબ થઈ જશે. અમે અત્યારે ચેટ ડીલીટ નાખવાની વાત કરી રહ્યા નથી. તમે વોટ્સએપની સિક્રેટ ચેટ પણ ડિલીટ કર્યા વગર છુપાવી શકો છો. તો ચાલો જાણીએ આ ટ્રીક…

અહીં આર્કાઇવ ચેટ્સ નામની વોટ્સએપ સુવિધાનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ. આ સુવિધાનું કામ તમારી ચેટને વોટ્સએપ ચેટ સ્ક્રીનથી દૂર કરવાનું છે. જેને તમે ઇચ્છો ત્યારે ફરી લાવી શકો છો. તમે ગ્રુપ અને વ્યક્તિગત ચેટ બંનેને છુપાવી શકો છો.

આવી રીતે છુપાવો ચેટ

પહેલા વોટ્સએપ ઓપન કરો. તમે છુપાવવા માંગતા હો તે ચેટ પર લાંબા સમય સુધી દબાવો. તમે આર્કાઇવનો વિકલ્પ જોશો. તેને પસંદ કરો.
હવે તમારી ચેટ હોમ સ્ક્રીનથી અદૃશ્ય થઈ જશે.

આવી રીતે ચેટ પરત લાવો

પહેલા વોટ્સએપ ઓપન કરો. હવે ચેટ્સ સ્ક્રીનના તળિયે નીચે સ્ક્રોલ કરો. અહીં તમે આર્કાઇવનો વિકલ્પ જોશો. તેના પર ટેપ કરો. હવે થોડી વાર માટે ચેટને દબાવો અને અનઆર્કાઇવ આયકન પર ટેપ કરો.

Loading...