Abtak Media Google News

કોરોના સામેના લોકડાઉનની ઉજળી બાજુ

વિશ્ર્વમાં અલગ અલગ સ્થળે મૂકાયેલા યંત્રો પરથી સંશોધન

કોરોનાએ આખા વિશ્ર્વને હચમચાવી નાખ્યું છે અને પૃથ્વીના કેટલાય વિસ્તારમાં તેની અસર છે. અને તેના લીધે લોકડાઉન છે. તેથી ધરતીનું કંપન (ધ્રુજવાનું) ઓછુ થયું છે અને આખી દુનિયામાં ધ્વનિ પ્રદુષણ ઘટતા નાનામાં નાના ભૂકંપની ભૂકંપ વિજ્ઞાનીઓને જાણ થઈ જાય છે. તેમ બહાર આવ્યું છે. લોકડાઉન અગાઉ નાના ભૂકંપ માપવાનું શકય નહતુ.

માનવીની કુદરતી ખાસીયત એ છે કે તે જયા હોય ત્યાં અવાજ કર્યા જ કરે છે. પછી તે અવાજ ગાડીઓનો હોય, ફેકટરીઓનો હોયકે હોર્ન હોય કે કોઈ નિર્માણ કે કોઈ તોડફોડનો હોઈ શકે છે. આવા દરેક અવાજથી ધરતી ધ્રુજે છે.

દુનિયાના કેટલાક દેશોના ભૂકંપ વિજ્ઞાનીઓ સાથે રહીને બ્રિટીશ જીયોલોજીકલ સર્વેમાં એવું જાણવા મળ્યું છે કે કોરોનાને લીધે વિશ્ર્વના ઘણા દેશોએ લોકડાઉન જાહેર કર્યો છે. અને તેંનું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. એટલે અવાજનું પ્રદુષણ પણ મોટાપ્રમાણમાં ઘટી ગયું છે.

લંડન, પેરિસ, લોસ એન્જલ્સ, બેલ્જીયમ અને ન્યુઝીલેન્ડમાં ભૂકંપ માપક યંત્રના આધારે એવું જાણવા મળ્યું છે કે હાલના લોકડાઉનના સમયમાં આ દરેક જગ્યાએ ધરતીનું કંપન ખૂબ જ ઘટી ગયું છે. આ તમામ જગ્યાઓ પર માનવીની ચહલ પહલ ચાલુ હોય વાહન વ્યવહાર ચાલુ હોય, જહાજ ચાલુ હોય વિમાન ઉડતા હોવાથી અવાજનું પ્રમાણ વધી જાય છે. હાલ લોકડાઉનના સમયમાં આખી દુનિયામાં અવાજ એટલો ઓછો થાય છે કે માનવીને શાંતિ મળે છે.

બેલ્ઝીયમની રોયલ ઓબ્ઝર્વેટરીના ભૂર્ગભ વિજ્ઞાની થોમસ લેકોકે એવું યંત્ર બનાવ્યું છે કે ધરતીનું કંપન અને અવાજમાં થઈ રહેલા ફેરફારોને માપે છે. અને સાથે સાથ તે બંને વચ્ચેના અંતરને દેખાડે છે. એટલે કે બંનેમાં થઈ રહેલી વધઘટને જણાવે છે. થોમસ કહે છેકે સામાન્ય દિવસોમાં માનવી દ્વારા એટલો બધો અવાજ થતો હોય છે કે આપણે ધરતીનાં મામુલી કંપન પણ તપાસી, અનુભવી શકતા નથી. અમારા યવંત્રોમાં આવા કંપનો અગાઉ નોંધી શકાતા નહતા પણ હવે લોકડાઉન વચ્ચે અમે ધરતીનાં નાના કંપન જાણી શકીએ છીએ અને તેની નોંધ પણ કરી શકીએ છીએ.

ભૂગર્ભ વિજ્ઞાની સ્ટીફન હિકસ કહે છે સામાન્ય દિવસોમાં ધરતીનું કંપન રાત્રી દરમિયાન ઓછુ હોય છે. તે દિવસ દરમિયાન વધુ હોય છે. પણ અત્યારે રાત્રી કરતા પણ દિવસે એકદમ ઓછુ કંપન થતા હોવાનું બહાર આવ્યું છે.

હિકસ વધુમાં જણાવે છે કે અગાઉ માણસો દ્વારા જ એટલા બધા અવાજ થતા હતા તે ધરતીની ધ્રુજારી, ભૂકંપ કે અવાજ માપવા માટે એ દૂરક કરવા પડતા જોકે હવે એ દૂર કરવાની જરૂર રહેતી નથી હવે તો ધરતીની નાની ધ્રુજારી કે નાના અવાજ પણ રેકોર્ડ થઈ જાય છે. અત્યારે આખી દુનિયાની ધરતીની ધ્રુજારી દરેક જગ્યાઓ સરખી છે કેમ? તે જાણવા થોમસ લેકોકની ટેકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. લંડન, પેરિસ, લોસ એન્જલસ અને ન્યુઝીલેન્ડમાં થોમસ લેકોકના યંત્રો અને ટેકનીકથી એવું જાણવા મળ્યું છે કે લોકડાઉનથી આપણી ધરતીનું ધ્રુજવાનું ઓછુ થઈ ગયું છે. એ પણ આપણા સૌ માટે આનંદની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.