માટીના વાસણો અને કેળનાં પાન વાહ વાહ અન્ના દા ઢાબાની શાન!

સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ રેસ્ટોરાં, જયાં જમવાનું પીરસાય અને જમાય છે માટીના વાસણોમાં કેળના પાન પર

માટીનાં વાસણમાં ખોરાક રાંધવા અને જમવાનો સૌથી મોટો ફાયદોએ છે કે તેનાથી ખોરાકમાં રહેલા પોષકતત્વો નષ્ટ પામતા નથી. માટીના ઘડા અથવા કુંજામાં સંગ્રહ કરીને રાખેલું પાણી પીવાથી તરસ છીપાય છે અને શરીરને ગજજબ શીતળતા મળે છે જે ફ્રીઝકોલ્ડ વોટરમાં પણ અનુભાવાતી નથી. ઉપરાંત તેનાથી કોઇપણ પ્રકારનું નુકશાન નથી થતું. પાચન શક્તિ સુધરે છે અને શરીરમાં હાનિકારક તત્વો પણ નથી પ્રવેશતા. સૌરાષ્ટ્રનાં રાજકોટ શહેર પાસે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પાસે, અટલ સરોવર નજીક એક એવું રેસ્ટોરાં શરૂ છે જેનું નામ છે. વાહ વાહ.. અન્ના દા ઢાબા.. આ રેસ્ટોરાંની મુખ્ય ખાસિયતએ છે કે, આ રેસ્ટોરાંમાં તમામ વાસણ સ્ટીલ, એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકનાં બદલે માટીમાંથી બનેલા ઉપયોગ લેવાય છે. ભોજન પીરસવાનું અને ભોજન જમવાનું માટીનાં જ વાસણોમાંને એમાં પણ કેરળની માફક માટીની થાળી પર કેળનાં પાન પાથરી જમવાનું પીરસવામાં આવે છે. અહીં છાશ, કોલ્ડ્રીંક કે પાણીનાં પ્યાલા, દાળ-કઢીનાં વાટકા માટીના અને નાની-મોટી ચમચીઓ પણ લાકડાની!

વિચારએ પણ આવ્યો હશે કે, શું અહીં એસી રેસ્ટોરેન્ટ પણ હશે? હા એ.સી. રેસ્ટોરેન્ટ માટે અલગથી એક આખો આટલો જ સારો અને સુરક્ષિત પોર્શન તૈયાર કરાયો છે. જેમણે એસીમાં બેસીને જમવું હોય એમના માટે અલગથી રેસ્ટોરેન્ટ પણ છે અહીં જ રાજકોટ શહેરની ભાગોળે નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ નજીક, અટલ સરવોર પાસે આવેલું ગ્રીન લીફ રિસોર્ટ આ રેસ્ટોરાંના રૂપમાં પોતાનું નવું નવરાણું લઇ આવ્યું છે. ઉદરતૃપ્તિનાં કેન્દ્ર સમાન આ નવા રેસ્ટોરાંની આમા તો અનેક ખાસિયત છે, પણ વધુ એક વિશિષ્ટ કહી શકાયએ વાત છે કે, અન્ય રેસ્ટોરન્ટની તુલનામાં કવોલિટી-કોન્ટીટીની દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે અને એ પણ અત્યંત વાજબી ભાવમાં!

અહીં મળતી ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, કાઠીયાવાડી, સાઉથ ઇન્ડિયન, પીઝા, કોન્ટિનેટલથી લઇ દરેકદરેક પ્રકારની વાનગીઓ માત્ર ટેસ્ટમાં જ નહીં કવોલિટી અને કોન્ટીટીમાં પણ સારામાં સારી છે. મેઇન તો મધ્યમ વર્ગને પરવડે તેવા ભાવમાં અહીં જાતજાતની અને ભાતભાતની વાનગીઓ પીરસવામાં આવે છે એ પણ એ જુદા જ વાતાવરણમાં ઘર જેવું જમવાનું, ઘર જેવા વાતાવરણમાં અને ઘરે જમવાનો જેટલો ખર્ચ થાય એટલા જ રૂપિયામાં મતલબ કે પાંચ વ્યક્તિનો પરિવાર અહીં ભરપેટ જમી લ્યે તો પણ બીલ હજાર રૂપિયાથી વધશે નહીં એટલા વાજબી ભાવ અને બહેતરીન કામ છે તેથી જ તો આ રેસ્ટોરાંનું નામ વાહ.. વાહ.. અન્ના દા ઢાબા પરફેકટ છે. એટલે ચાર સભ્યોને પરિવાર આરામથી બેસીને જમી શકે. શાંીતથી મોજ મજા કરી શકે એ માટે હવે હજારો રૂપિયા ખર્ચવાની જરૂર નથી. અન્ફ એક ખાસ વાતએ પણ કે, અહીં મોટાઓ માટે લાઇન મ્યુઝિક શો, મેજિક શો, ડિસ્કો થેક, પુલની મજા તદ્દન મફતમાં ઉભી કરવામાં આવી છે તો નાનાઓ માટે ચિલ્ડ્રન પાર્કમાં વિવિધ રાઇડસની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એમ્યુઝમેન્ટ પાર્કમાં બચ્ચાઓ મનભરી રમી શકે છે.

રેલ્વે અને ફોરેસ્ટ થીમનું આકર્ષણ

સામાન્ય રીતે દરેક રેસ્ટોરાંમાં કાચ, પ્લાસ્ટિક કે સ્ટિલનાં વાસણમાં વાનગી તૈયાર થાય છે અને પીરસાય છે જયારે અહીં તમામ વસ્તુઓ માટીની છે. કોરોનાકાળમાં કોઇપણ રીતે સંક્રમણ ફેલાઇ નહીં એનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અહીંનુ કિચન પણ એકદમ આધુનિક હાઇજિનક રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આટલું ઓછું ન હોય એમ અત્યાર સુધી તમે જે ચોકકસ થીમ પર રેસ્ટોરાં જોયા હશે. જેમ કે, ફોરેસ્ટ થીમ, રેલ્વે થીમ પણ અહીં ગ્રાહકોનાં સ્વાદ અને સ્વસ્થતા ઉપરાંત સુવિધા પર પણ ધ્યાન કેન્દ્રિત કરી સમગ્ર ઇન્ટીરિયર વૃડન થીમને અનુસરી બનાવવામાં આવ્યું છે.

Loading...