મુખ્યમંત્રીના હસ્તે આજે ૧૦૦૧ આંગણવાડીનું ઇ- લોકાર્પણ અને ભૂમિપૂજન

માતા યશોદા એવોર્ડ અને મહિલા એવોર્ડનું વિતરણ તા NITA એપ અને ડેશબોર્ડનું ઇ-લોન્ચિંગ : હેન્ડવોશ કેમ્પઈનનો પ્રારંભ

પોરબંદર, આણંદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ૧૦૦ ટકા નળજોડાણની જાહેરાત

આજે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૧૦૦૧ આંગણવાડીનું ઇ-ખાતમુહૂર્ત અને ઇ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ સો માતા યશોદા એવોર્ડ અને મહિલા એવોર્ડનું વિતરણ તા એનઆઇટીએ એપ અને ડેશબોર્ડનું ઇ-લોન્ચિંગ કરાયું હતું. ઉપરાંત હેન્ડવોશ કેમ્પઈનનો પ્રારંભ કરાયો હતો. વધુમાં પોરબંદર, આણંદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ૧૦૦ ટકા નળજોડાણની જાહેરાત પણ કરવામાં આવી હતી.

મહાત્મા ગાંધી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યુ હતું.

જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત પોરબંદર, આણંદ, મહેસાણા અને ગાંધીનગર એમ ચાર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ ટકા નળ જોડાણ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે નવી દિલ્હીથી કેન્દ્રિય જળ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત ઇ-માધ્યમથી જોડાયા હતા. જેમાં મહેસાણા ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજકોટથી મંત્રી  કુંવરજીભાઇ બાવળીયા, ગાંધીનગરથી મંત્રી  ગણપતભાઇ વસાવા, પોરબંદરથી મંત્રી જવાહરભાઇ ચાવડા તેમજ આણંદ ખાતે રાજ્ય મંત્રી  જયદ્રથસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ અંતર્ગત રાજ્યમાં ૧૦૦૧ આંગણવાડીઓનું ઇ-લોકાર્પણ અને ઇ-ભૂમિપૂજન, વિવિધ આંગણવાડી ખાતે ગુજરાત હેન્ડવોશ કેમ્પેઇનનો પ્રારંભ, રાજ્યકક્ષાના માતા યશોદા એવોર્ડ અને મહિલા એવોર્ડનું વિતરણ અને એનઆઇટીએ એપ અને ડેશ બોર્ડનું ઇ-લોન્ચિંગ કરવામાં આવશે. જેમાં ગાંધીનગર ખાતે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી  ગણપતભાઇ વસાવા ઉપસ્થિત રહેશે. જ્યારે વિવિધ જિલ્લાઓમાં વિધાનસભાના અધ્યક્ષ  રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિત મંત્રી, સાંસદો, ધારાસભ્યઓ, બોર્ડ નિગમના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા.

મહાત્મા ગાંધીની જન્મજ્યંતી નિમિત્તે કિર્તી મંદિર પોરબંદર ખાતે યોજાનાર સર્વધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરથી જોડાયા હતા.

Loading...