Abtak Media Google News

રોકડ રૂ.૧ લાખ સહિત રૂ.૨.૭૫ લાખનો મુદામાલ જપ્ત કરાયો: નાશી છૂટેલા જુગારધામના સંચાલકને પકડી પાડવાની તજવીજ

ભાયાવદર પાસે આવેલ સૈયદ કલારીયાની વાડીમાં ચાલતા જુગાર ધામ ઉપર જેતપૂર ડીવાયએસપીએ રેડ કરતા એક લાખની રોકડ મતા સહિત પોણા ત્રણ લાખના મુદામાલ સાથે સાત શખ્સોને ઝડપી લીધા હતા. જયારે જુગારધામનો સંચાલક પોલીસને જોઈ નાસીછૂટવામાં સફળ થયો હતો.

પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાયાવદર પાસે આવેલ સૈયદ કલારીયા ગામે મુસ્લીમ શખ્સ હારૂન ચકુ નોઈડા પોતાની વાડીની ઓરડીમાં બહાર ગામથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડી રહ્યો છે. તેવી બાતમી જેતપૂરના ડીવાયએસપી ભરવાડને મળતા તેઓએ સ્થાનિક પોલીસ સ્ટેશનના વસાવાભાઈ, મનજીભાઈ, સંજયભાઈ સહિતનાઓને સાથે રાખી જુગાર ધામ અખાડા પર રેડ કરતા વાડીની ઓરડીમાં જુગાર રમતા કિંસું જવેર પરમાર ઉ.૩૬ રહે તરઘડી તા. પરઘડી સંજય હિરા ચાવડા ઉ.૩૪, મેરામણ સોમાત સુવા ઉ.૫૭, રણજીતસિંહ ભાવુભા વાળા ઉ.૩૨, હારૂન હનીફ ઉ.૪૦, સારૂલ રમેશ માણાવદરીયા ઉ.૩૧, આશિક ગોપાલ મકવાણા ઉ.૩૩,ને રોકડ રકમ એક લાખ ત્રણ હજાર ત્રણસો રૂપીયા તેમજ પાંચ મોબાઈલ એક ઈન્ડીકા કાર,એક મોટર સાયકલ મળી કુલ મુદામાલ બે લાખ એકોતેર હજાર સાથે સાત જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા.

જયારે પોલીસને જોઈ જુગાર ધામ ચલાવતો મુસ્લીમ શખ્સ હારૂન ચકુ નોઈડા રહે. સૈયદ કલારીયા નાશી છૂટવામાં સફળ થયો હતો. નાશી છૂટેલા શખ્સ હારૂન નોઈડાને પકડી પાડવા ભાયાવદર પોલીસ ચક્રોગતિમાન કરેલા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.