Abtak Media Google News

દ્વારકા ના બ્રહ્મ સમાજના અશ્ર્વીનભાઇભાઇ પુરોહિત રેલ દ્વારા દ્વારકા થી વૃંદાવન જઇ રહ્યા હતા,તે દરમિયાન તેમનું બેગ કે જેમા સોનું, ચાંદી તથા રોકડ રકમ હોય, તે બેગ ખોવાઇ ગઈ હતી. જે ન મળતાં પરિવારમાં ધેરા શોકની લાગણી ફેલાઈ હતી.

પૂ. અનંતશ્રીવિભૂષિત પીઢાધીશ્ર્વર શંકરાચાર્યજી મહારાજ ના ૯૫ મો પ્રાકટ્યોત્સવ નીમીતે દ્વારકા ના બ્રહ્મ સમાજના આગેવાન અશ્ર્વીનભાઇ પુરોહીત દ્વારકા થી વૃંદાવન જવા સોમવારના વહેલી સવારે દ્વારકા થી અર્નાકુલમ્ ટ્રેન માં સફર કરી રહ્યા હતા,તે દરમિયાન તેમની સાથે રહેલી બેગ અચાનક ગુમ થયેલી જણાઇ હતી. તે બેગમાં સોનું, ચાંદી તથા રોકડ રકમ હોય, અશ્ર્વીનભાઇ બેબાકળા થઇ ઉઠ્યા હતા. તથા દ્વારકા થી બરોડા સુધી ટ્રેન રૂટ પર તપાસ કરતા બેગ મળી નહી, પરંતુ આ બેગ દ્વારકા રેલ્વેના આરપીએફ જવાનને ફરજ દરમિયાન મળતાં, ખરાઇ કરીને મુળ માલિકને બેગ પરત કરી ઇમાનદારીનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતુ.

બેગ મુળ સ્થિતિ માં પરત મળતા પુરોહિત પરિવારે દ્વારકા આરપીએફ જવાનોનો આભાર માન્યો હતો. આરપીએફ પીઆઈ નવીન ઉપાધ્યાયે રેલ્વે યાત્રા દરમીયાન સુરક્ષા સંબંધી સમસ્યા માટે આરપીએફ હેલ્પલાઈન નં ૧૮૨ પર સંપર્ક કરવા અપીલ કરી છેે. દ્વારકા આરપએફની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ રેલ્વે મંડળના પ્રબંધક પી.બી નીનાવેએ અભીનંદન પાઠવ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.