અનંતનાગમાં એન્કાઉન્ટર દરમિયાન હિઝબુલના બે આતંકીઓ ઠાર

77

સેનાએ ૪ મહિનામાં ૭૧ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો:સર્ચ ઓપરેશન હજુ યથાવત

કાશ્મીરના અનંતનાગમા એન્કાઉન્ટર દરમિયાન ભારતીય સેનાએ હિઝબુલના બે આતંકીઓને ઠાર કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જો કે હજુ પણ સેના દ્વારા સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સેનાએ ૪ મહિનામાં ૭૧ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ઓલઆઉટ જાહેર કરી દીધું છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના બિજબેહરા કસબામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે સવારે એન્કાઉન્ટર શરૂ થઈ ગયું હતું. આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. હજી પણ સેનાનું સર્ચ ઓપરેશન ચાલુ છે. જે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે તેમની ઓળખ સફદર અમીન ભાટ અને બુરહાન અહેમદ ગની તરીકે થઈ છે. તેમની પાસેથી એક એકે રાઈફલ અને એક એસએલઆર મળી આવી છે.

Loading...