Abtak Media Google News

વોકહાર્ટ હોસ્પિટલના ન્યુરો સાયન્સ ડિપાર્ટમેન્ટના ન્યુરો સર્જન ડો.કાન્ત જોગાણી, ન્યુરો રેડીયોલોજીસ્ટ ડો.વિકાસ જૈન, ન્યુરો ફિઝીશ્યન ડો.કેતન ચુડાસમાએ લોકોમાં બ્રેઈન સ્ટ્રોક વિશે સમજણ વધે તે માટે માહિતી આપી

આજે વર્લ્ડ સ્ટ્રોક ડે છે. બ્રેઈન સ્ટ્રોક અંગે લોકોમાં સમજણ વધે તે માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વોકહાર્ટ હોસ્પિટલના જાણીતા તબીબો ડો.કાન્ત જોગાણી, ડો.વિકાસ જૈન તથા ડો.કેતન ચુડાસમા દ્વારા આ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વર્લ્ડ સ્ટ્રોક ડે ના સંદર્ભમાં લોક જાગૃતી માટે વોકહાર્ટ હોસ્પિટલના  કોમ્પ્રેહેન્સીવ ન્યુરો સાયન્સ ડીપાર્ટમેન્ટના ન્યુરો સર્જન ડો.કાન્ત જોગાણી, ઈન્ટ૨વેન્સનલ ન્યુરો રેડિયોલોજીસ્ટ ડો.વિકાસ જૈન તથા ન્યુરો ફીઝીશ્યન ડો.કેતન ચુડાસમાએ માહિતી આપતા જણાવેલ હતુ કે વૈશ્ર્વિક સ્તરે વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન દ્વારા ૨૯ ઓકટોબ૨ને દ૨ વર્ષો “વર્લ્ડ સ્ટ્રોક ડેને બ્રેઈન સ્ટ્રોક વિશેની લોકોમાં સમજણ વધે અને તેના લક્ષણો જાણી ત્વરીત સા૨વા૨ મળે તે માટે ઉજવવામા આવે છે. બ્રેઈન સ્ટ્રોક એટલે કે પક્ષ્ઘાત દ૨મ્યાન પ્રત્યેક સેકન્ડે મગજના ૩૨ હજા૨ કોષ્ાો નાશ પામે છે. જો ત્વરીત સા૨વા૨ ન મળે તો દર્દીનું જીવન જોખમમાં મુકાય છે. જાગૃતિનો અભાવ પક્ષ્ાઘાતના દર્દીઓના સા૨વા૨માં થતા વિલંબમાં મહત્વનું કા૨ણ છે.

ડો.જોગાણી, ડો.જૈન તથા ડો.ચુડાસમાએ માહિતી આપતા જણાવ્યું હતુ કે, ભા૨તમાં દ૨ વર્ષો આશરે દ૨ ૧ લાખે ૧પ૦ ને પક્ષઘાત થાય છે. વિશ્ર્વમાં દ૨ ૨ સેકન્ડે એક વ્યક્તિને પક્ષઘાત થાય છે, જેમાંથી ૩૦ % લોકો ૧ થી ૪ અઠવાડીયામાં મૃત્યુ પામે છે. વિશ્ર્વભ૨માં લગભગ ૮૦ મિલિયન (૮ કરોડ) સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ છે જેમાંથી પ૦ મિલિયન (પ કરોડ)થી વધુ લોકો કાયમી અપંગતા સાથે જીવે છે. ઘણા લોકો માટે સ્ટ્રોક પછી જીવન પહેલા જેવુ ૨હેતુ નથી પ૨ંતુ યોગ્ય સંભાળ અને સા૨વા૨ સાથે અર્થપૂર્ણ જીવન જીવવુ હવે શક્ય બન્યુ છે. આમ પક્ષ્ાઘાતથી બચી ગયેલા લાખો દર્દીઓ બતાવે છે કે સ્ટ્રોક પછી પણ હિંમતથી જીવવુ શક્ય બન્યુ છે.

અમુક દર્દીમાં મગજની મોટી ૨ગ બંધ હોય તો તેમાં ઈન્જેકશન દ્વારા કલોટ (લોહીનો ગઠ્ઠો) ઓગાળી શકાતો નથી. આ પ્રકા૨ના કેસમાં મગજની એન્જીયોગ્રાફી કરી સ્ટેન્ટ દ્વારા કલોટને મગજમાંથી બહા૨ કાઢી લેવામા આવે છે જેથી ૨ક્ત પ્રવાહ ફરીથી શરૂ થઈ જાય છે. આ પ્રક્રિયાને મિકેનીકલ થ્રોમબેકટોમી કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.