Abtak Media Google News

૧૪ નવદંપતીઓ પ્રભુતામાં પગલા માંડીને લગ્નજીવનનો પ્રારભ કર્યો

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશજી ની સેવાપુંજા કરતા ગુંગળી બ્રાહ્મણ  ૫૦૫ સમાજ દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી સમુંહ લગ્ન ઉત્સવ નું દ્વારકાખાતે આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે આવતીકાલે મહાસુંદ ૫(પાચંમ )ના વસંત પંચમીના દિને દ્વારકા ખાતે આવેલ સ્વામીનારાયણ મંદિરે સમાજના ૧૪ નવદંપતીઓ પ્રભુંતમાં પગલા માંડીને જીવનસંસારનો પ્રારંભ પકયજ્ઞોયો પવિત્ર સંસ્કાર તેમજ ૩૧ચોલકર્મ સંસ્કાર જેવા માંગલીક ઉજવવામાં આવનાર છે.

20190209 200025

આ પ્રસંગો જ્ઞાતીના પ્રમુંખ અશ્વીન પૂરોહીત(ગુરૂ), યજ્ઞનેશભાઇ ઠાકર, નારણભાઇ વાયડા તથા જ્ઞાતીના યુવાનો બહેનો તથા સ્વયંસેવકની જહેમતથી ભવ્યતિભવ્ય લગ્નમહોત્સવ સંપન્ન થશે. તેમજ સવારના જ્ઞાતીજનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન પણ કરવામાં આવેલ છે. જ્ઞાતીના પ્રમુખ અશ્વીનભાઇ (ગુરૂ) પૂરોહિત એ જણાવ્યું કે ઉલ્લેખીયન છેકે ઓલ ઇન્ડીયામાં ગુગળી બ્રાહ્મણ ૫૦૫ સમાજની  અંદાજીત દસ હજાર જેટલી વસ્તી છે. એ માટે સમાજના લોકોને ઓખાથી કરીને મુંબઇ સુંધીના લોકો ને આમંત્રીત કરી દ્વારકા ખાતે બોલાવવામાં આવ્યા છે. સમાજની એક્તા જળવાય રહે અને એક બીજાની ઓળખ થાય, એ માટે  દર વર્ષ સમુંહ લગ્નનું આયોજન દ્વારકા ખાતે ધામધુમ પૂર્વક કરવામાં આવે છે.

અને છેલ્લા ૫૦ વર્ષથી એટલે ૫૦ વર્ષ પહેલા પ્રથમ ૨૮/૫/૧૯૬૮ ના વૈશાખ સુંદ એકાદશીના શુભદિને નવગ્રહ મંડળ દ્વારા એકજ મંડપ નીચે સૌ પ્રથમ વખત સમુંહ લગ્ન યજ્ઞોપવિત્ર સંસ્કાર તેમજ ચોલકર્મ સંસ્કાર જેવા માંગલીક પ્રસંગો ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. જે આજ એક પરંપરાનું સ્વરૂપ લઇ ચુક્યુ છે. અને આ સમુહ લગ્નની પરંપરા આજ દરેક સમાજે અનુકરણ કરી છે. આ ઉપરાંત ગુગળી સમાજના પ્રમુખ અશ્ર્વીનભાઇએ જણાવ્યુ હતુ કે આ સમુહ લગ્નની જાહોજલાલી એટલા માટે કરવામાં આવી છે કે સમાજની ગરીબ ધરની દીકરી ના પણ પોતાના સુંદર જાજરમાન લગ્નની ઇચ્છા હોય છે, તે ગરીબધરની પુત્રીની ઇચ્છા અધુરી ન રહે તે માટે સતત પાંચ દિવસ સુધી શાસ્ત્રોક્ત વિધી,ઢોલ નગારા, દાંડીયા થી લઇને ડીજે ના સંગાથે સમસ્ત સમાજ એકઠો થઇને આનંદ માણે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.