Abtak Media Google News

પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળના દિગસર-ચમારજ રેલખંડ પર ડબલ ટ્રેકના કામને લીધે ટ્રેનો પ્રભાવિત

૫શ્રિમ રેલવેના રાજકોટ મંડળના દિગસર-ચમારજ રેલખંડ પર ડબલ ટ્રેકના કરામ ને લીધે ટ્રેનો પ્રભાવિત થઇ છે.સંપૂર્ણપણે રદ થયેલી ટ્રેનોમાં અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૦  થી ૨૦ સુધી, સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૧ થી ૨૧ સુધી, અમદાવાદ-રાજકોટ લોકલ ૧૧ થી ૨૦ સુધી, રાજકોટ-અમદાવાદ લોકલ ૧૧ થી ૨૦ સુધી, બાંદ્રા-જામનગર હમસફર એક્સપ્રેસ ૧૦, ૧૨, ૧૫, ૧૭ અને ૧૯ ફબ્રુઆરીએ, જામનગર-બાંદ્રા હમસફર એક્સપ્રેસ ૧૧, ૧૩, ૧૬, ૧૮ અને ૨૦ ફેબ્રુઆરીએ, રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ૧૩  અને ૨૦ મીએ,  દિલ્હી-સરાય રોહિલા એક્સપ્રેસ ૧૪ અને ૨૧મીએ,  ઓખા-નાથદ્વારા એકસપ્રેસ ૧૫મીએ, નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ ૧૬મીએ, રાજકોટ-રીવા એક્સપ્રેસ ૧૬મીએ, રીવા-રાજકોટ એક્સપ્રેસ ૧૭મીએ જ્યારે  ઓખા-વીરમગામ લોકલ ૧૧ થી ૨૦ ફેબ્રુઆરી સુધી રાજકોટ-વીરમગામ વચ્ચે, વિરમગામ-ઓખા લોકલ ૧૧ થી ૨૦ સુધી વિરમગામ-રાજકોટ વચ્ચે આંશિક રદ રહેશે. મુંબઇ સેન્ટ્રલ-રાજકોટ દુરંતો એક્સપ્રેસ ૧૦ થી ૧૯ સુધી અમદાવાદ-રાજકોટ વચ્ચે   રદ રહેશે. રાજકોટ-મુંબઇ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ  ૧૧ થી ૨૦ સુધી રાજકોટ ની જગ્યાએ અમદાવાદ થી ચાલશે તથા  રાજકોટ-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે. બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ૧૦ થી ૧૯ સુધી અમદાવાદ-જામનગર વચ્ચે આંશિક રદ રહેશે.

જામનગર-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ  ૧૧ થી ૨૦ સુધી  જામનગર ની જગ્યાએ અમદાવાદથી  ચાલશે અને જામનગર-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે. નાગપુર-રાજકોટ વિશેષ ટ્રેન ૧૦ અને ૧૭ના રોજ અમદાવાદ-રાજકોટ વચ્ચે આંશિક રદ રહેશે. રાજકોટ-નાગપુર વિશેષ ટ્રેન ૧૧ અને ૧૮ના રોજ રાજકોટ ને બદલે અમદાવાદ થી ચાલશે અને રાજકોટ-અમદાવાદ વચ્ચે આંશિક રદ રહેશે. તમામ તારીખો એ ટ્રેનોના પ્રારંભિક સ્ટેશનથી પ્રસ્થાન છે.  ઉપરોક્ત શફલને ધ્યાનમાં રાખીને રેલવે મુસાફરોને તેમની મુસાફરી શરૂ કરવા વિનંતી છે જેથી કોઈ અગવડતા ન પડે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.