Abtak Media Google News

પ્રાંત અધિકારીને ત્વરિત પગલાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

દ્વારકાના કુરંગા પાસે ખાનગી કંપની નજીક ગઈકાલે બપોરે પોણા ચાર વર્ષની બાળકી પર અજાણ્યા નરાધમ દ્વારા દુષ્કર્મ કરવાના મામલે દ્વારકાવાસીઓમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી છે. દ્વારકાની પ્રાંત અધિકારી કચેરીએ આજરોજ દ્વારકાવાસીઓ દ્વારા આરોપીની ધરપકડ કરી તત્કાલ કાર્યવાહી કરી ઉગ્ર સજા આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો હતો.

દેશભરમાં માસુમ બાળાઓ પર થતા દુષ્કર્મોના બનાવો બાદ લોકોમાં ઉગ્ર રોષ ફેલાયો હોય તેમાં પણ ગઈકાલે દ્વારકાના કુરંગા સામે શ્રમિક માતાપિતાની કુમળી બાળા પર બનેલા અમાનવીય બનાવની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં ઉગ્ર રોષની લાગણી જોવા મળી રહી છે. બનાવ બાદ જિલ્લા પોલીસના વિવિધ વિભાગોએ કુરંગા ખાતે ધામા નાખી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથધરી છે. જોકે આ લખાય છે ત્યાં સુધી પોલીસને આરોપીને ઝડપી લેવામાં કામયાબી મળી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.