Abtak Media Google News

દામનગર ના હાવતડ ખાતે શીખરબંધ રામજી મંદિર નિર્માણ કાર્ય માં યુવાનો દ્વારા શ્રમદાન એક માસ પૂર્વે મોરારીબાપુ હાવતડ ખાતે લોંકીક પ્રસંગે પધારેલ અને જીર્ણ અવસ્થા માં રામજી મંદિર જોયું અને પ્રસંગ માં પ્રવચન દરમ્યાન માર્મિક ટકોર કરી

Img 20180619 Wa0017 1ત્યારે હાજર સેવકો  દ્વારા મંદિર નિર્માણ માટે બાપુ ને જ પહેલ કરવા કહેતા જોત જોતા માં લાખો રૂપિયા નું દાન એકત્રિત થયું એક માસ ના ટૂંકા ગાળા માં મંદિર માટે ગ્રાઉન્ડ તૈયાર કરતા હાવતડ ગામ ના યુવાનો દ્વારા સતત સેવારત રહેતા તા૧૯/૬ ના રોજ પ્લેટફોર્મ ઉભું કરી

Img 20180619 Wa0019 1

ગામધુવાડા બંધ મહાપ્રસાદ નું સુંદર આયોજન કર્યું અને પ્રાથમિક શાળા ના બાળકો સહિત આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારો માં થી ખૂબ મોટી સંખ્યા માં લોકો એ પ્રસાદ નો લાભ મેળવ્યો હતો આદર્શ ગામ હાવતડ ની એકતા સંગઠન થી નૂતન શિખર બંધ મંદિર કાર્ય માં તન મન ધન થી સેવારત યુવાનો રામજી મંદિર નિર્માણ કાર્ય માં ઉત્સાહ થી કામ કરી રહ્યા છે.

દામનગર શહેર ના યુવાનો દ્વારા પરમાર્થ શ્વાન માટે સ્વીટ લાડુ

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો ના યુવાનો દ્વારા શહેર ભર ના તમામ વિસ્તારો મા. શ્વાન માટે લાડુ બનાવ્યા.

Img20180619221845 હીરાબજાર ડાયમંડ માર્કેટ માં રાત્રે લાડુ બનાવી શહેર ના વિવિધ વિસ્તારો માં સપ્લાય કરી સેવારત યુવાનો દ્વારા શ્વાન ને લાડુ આપવા ની સુંદર સેવા આપે છે.

Img20180619222710હીરાબજાર માં રાત્રે યુવાનો સેવા માટે જાતે લાડુ બનાવવા શહેર ના તમામ વિસ્તારો માં ફરી શ્વાન ને લાડુ આપે છે સેવા માટે ટિમ વર્ક નાના મોટા સૌ કોઈ આ સેવા માં ઉત્સાહ થી જોડાય છે અને શ્વાન માટે લાડુ બનાવી વિવિધ વિસ્તારો માં ફરી રાત્રે શ્વાન ને લાડુ પીરસાય છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.