Abtak Media Google News

સુંદર આંખો એક આશીર્વાદ કરતાં ઓછી નથી! બદનસીબે, આપણાં જીવનના રોજબરોજની પ્રવૃતિમાં કે દિનચર્યાને લીધે,આપણે આખોનું ખ્યાલ રખવાનું ભૂલીજ ગયા છીએ.જો તમે પણ આવું વિચારો છો ,તો બસ આ ગાજર ને તમાર રોજના ભોજન માં એડ કરી આખોની કાળજી રાખો.

ગાજરને આખો માટેનો ખોરાક તરીકે પણ ઑળખવામાં આવે છે. સદીઓથી,ગાજર આહારનો એક અભિન્ન અંગ રહ્યો છે,આનું સરળ કારણ એકજ છેકે તેનાથી શરીરને ઘણાબધા લાભો થાય છે. માતાપિતા હંમેશાં ગાજર ખાવા પર આગ્રહ કરે છે તેનું આજ કારણ છે કે,તેઓ કુદરતી રીતે આખોની  દૃષ્ટિને જાળવી રાખે અને સુધારી શકે છે.પરંતુ આ બધુ સાચું છે?ચાલો જાણીએ…

સ્વાસ્થ્ય જાળવવા બધો ખેલ ગાજરનો છે…

ગાજરએ બીટા કેરોટીન અને લ્યુટીનનું સમૃદ્ધ સ્ત્રોત છે. જે એન્ટીઑકિસડન્ટો છે કે જે આખોની દ્રષ્ટિ સુધારવામાં મદદ કરે છે. ગાજર વિટામિન A, C, K અને B8 તેમજ પેન્ટોથેનિક એસિડ, ફોલેટ, પોટેશિયમ, આયર્ન, કોપર અને મેંગેનીઝ જેવા વિટામિનથી સમૃદ્ધ છે.

પીળા કલરના ગાજરમાં મોટા ભાગના લ્યુટીન તત્વો જોવા મળે છે, કે જે age-related macular degeneration (AMD) એટ્લે કે વય-સંબંધિત મેકુલર ડિજનરેશન માં પણ મદદ કરે છે,એવી પરિસ્થિતિઓમાં કે જેમાં તમારી આખોની દ્રષ્ટિ ધીરે ધીરે અથવા એકદમથી ખોવાઇ જતી હોય છે.

આ સમસ્યા માત્ર વૃદ્ધ લોકોમાં જ મોટાભાગે જોવા મળતી હોય છે,પરંતુ હવે આ આટલા બધા પ્રદૂષણ અને ખરાબ જીવનશૈલીને લીધે સમસ્યાઑ યુવાન પેઢીની પણ છે.તેથી ને તેથી જ તમારા દૈનિક આહારમાં ગાજર ઉમેરવું જરૂરી છે.

ગાજરનો ઉપયોગ દૈનિક આહારમાં

વપરાશ પહેલાં ગાજરને યોગ્ય રીતે ધોવા જોઈએ. ગાજરને આહારમાં જરૂરિયાત મુજબ કાચા-કાચા, ઉકાળેલા, બાફેલી, પેનમાં તળીને ખાઈ શકાય છે.ગાજરને દૈનિકઆહારમાં લેવાની કેટલીક સામાન્ય રીતો નીચે મુજબ છે:

  • દૈનિક આહારમાં સલાડ રૂપે….
  • ચટપટા ભોજનની જગ્યાએ એક ગાજરની લાકડી ખાવી…
  • ગાજરને લિક્વિડ રૂપે એટલે કે ગાજરનું જ્યુશ બનાવીને…

તેથી જ કાચૂ અથવા ઉકાળેલ ગાજરમાં પોષકતત્વોનું મૂલ્ય સૌથી વધુ હોય છે.

ગાજર તમારી આખોની દ્રષ્ટિ માટે…

ગાજર આખોની દ્રષ્ટિ સુધારી શકે પરંતુ માત્ર જો તમે યોગ્ય માત્રામાં તેનો ઉપયોગ કરો છો તો. હકીકતમાં, ગાજરના વધારે વપરાશથી આખોનએ નુકસાન પણ થાય છે.આ જાણકારી ફક્ત એટલા માટે છે કે તેમાં વિટામિન એ શામેલ હોય છે અને વિટામીન A ની ખામી ઝેરોફ્થાલેમિયાનું કારણ બને છે, જે એક પ્રગતિશીલ આંખનો રોગ છે જે સામાન્ય દ્રષ્ટિને નુકસાન પહોંચાડી શકે છે અને તેના પરિણામ રાતના અંધત્વમાં થાય છે. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ (NIH) અનુસાર, “A વિટામિન નો અભાવ એ બાળકોમાં અંધત્વના મુખ્ય રોકેલા કારણો પૈકીનું એક છે.”

આ રુટ શાકભાજી નિયમિત વપરાશથી થાય છે,જે રાત્રિના અંધત્વને ઉપચારમાં મદદ કરે છે અને કુદરતી રીતે આંખોની દૃષ્ટિ સુધારે છે.પરંતુ જો કોઈ બાળક પહેલેથી જ વિટામિન A ની ઉણપ સાથે જન્મે છે, તો ગાજર અમુક અંશે મદદ કરી શકે છે પરંતુ સંપૂર્ણપણે નહીં, આવા કિસ્સાઓમાં તબીબી સલાહ માટે જવું આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.