Abtak Media Google News

છેલ્લા ૩ વર્ષમાં દુબઈમાં પ્રોપર્ટીમાં ભારતીયોએ કરેલા રોકાણમાં ૪૦%નો વધારો

ઉંચા વળતરને લઈ ભારતીયોનું દુબઈની પ્રોપર્ટીઓમાં જબરજસ્ત આકર્ષણ છે. જી હા, દુબઈમાં પ્રોપર્ટી ઈન્વેસ્ટર્સમાં ભારતીયો ફરી નંબર વન બની ગયો છે.

આકડાકીય માહિતી જોઈએ તો આરબ દેશોનું હબ એવા દુબઈમાં જાન્યુઆરી ૨૦૧૬ થી જૂન ૨૦૧૭ દરમિયાન ભારતીયોએ રૂપીયા ૪૨૦૦૦ કરોડનું અધધ રોકાણ કરી દીધું છે.

દુબઈ લેન્ડ ડીપાર્ટમેન્ટે આપેલી માહિતી અનુસાર ૨૦૧૪ પછી દુબઈમાં ભારતીયોએ પ્રોપર્ટીમાં કરેલા રોકાણમાં રૂપીયા ૧૨૦૦૦ કરોડ જેવો વધારો થયો છે. કેમકે ત્યારે વર્ષેદહાડે ભારતીયોએ દુબઈની પ્રોપર્ટીઓમાં કરેલા કુલ વાર્ષિક રોકાણનો આંકડો માત્ર ૩૦૦૦૦ કરોડ રૂપિયા હતો. જોકે ૨૦૧૪માં નોન આરબ પ્રોપર્ટી ઈન્વેસ્ટમેન્ટનો કુલ આંકડો રૂપીયા ૧ લાખ કરોડ હતો. એટલે કહી શકાય કે દુબઈમાં નોન આરબ કોમ્યુનીટીએ પ્રોપર્ટીમાં કરેલા રોકાણમાં ભારતીયોનો હિસ્સો લગભગ ત્રીજા ભાગનો હતો. અહી ખાસ ઉલ્લેખનીય છે કે આગામી તારીખ ૩ થી ૫ નવેમ્બર સુધી મુંબઈના બાંદરા કુર્લા કોમ્પ્લેકસમાં દુબઈ પ્રોપર્ટી શો યોજવામાં આવ્યો છે. આ દુબઈનું પ્રોપર્ટી એકિઝબિશન છે. બોલીવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન સહિત ઘણા સીતારાઓ દુબઈમાં પોતાની પ્રોપર્ટી ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.