Abtak Media Google News

કેસ ન કરવાના રૂા ૩૦ લાખ માગ્યા: રકઝકના અંતે રૂા ૩ લાખમાં માંડવાણી: ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ભારે ઉહાપોહ

શાપર-વેરાવળમાં આવેલા ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં છાશવારે નાના નાના તોડ પોલીસે કર્યાની વાત ભુતકાળ બની ગઇ હોય એમ હવે શેટીંગમાં પણ પોલીસ દ્વારા પાંચ આંકડાની રકમ નકકી વસુલ કરવાની ટેવ પડી હોય તેમ શાપર-વેરાવળમાં વધુ એક વહીવટ થયાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છેે.

ગત અઠવાડીયાએ શાપરના ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં એક કારખાનામાં જુગાર ચાલતો હોવાની હકિકતના આધારે ખાનગી વાહનમાં પોલીસ ત્રાટકી હોવાની અને કેસ ન કરવાના રૂા ૩ લાખનો મસમોટો તોડ કર્યો હોવાનો કિસ્સો ચર્ચામાં આવ્યા ખડભળાટ મચી જવા પામ્યો છે. અને શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ટોક ઓફ ધ રાઉન બનેલા આ તોડ કાંડની વિગતો જાણવા વેપારી આલમમાં ભારે ઓહાપો જોવા મળી રહ્યો છે.

7537D2F3 8

આ સમગ્ર કિસ્સાની સનસનીખેજ વિગત એવી છે કે ગત અઠવાડીયે શુક્રવારની સાંજે શાપર-વેરાવળમાં આવેલા એક કારખાનામાં જુગાર ચાલતો હોવાની હકીકત મળતા અને માલદાર કારખાનેદારો જુગાર રમતા હોવાની બાતમી મળતા કેટલાંક લાલચું પોલીસ કર્મીની દાઢ ડણકી અને રેડ કરવા ખાનગી વાહનમાં ટીમ ઉપરોકત કારખાને દોડી ગયા કારખાનામાં પ્રવેશ કરતા ઓફીસમાં દારુની મહેફીલ ચાલતી હતી પોલીસે અન્ય રૂમમાં તલાસ કરતા એક હિન્દી ભાષી રૂપલલના મળી આવી હતી અને એક રુમમાંથી બે પેટી વિદેશી દારૂની લકઝીયસ બોટલો મળી આવી શરાબ અને શબાબની પાર્ટીમાં પોલીસને હાથ જાણે મોટો દલ્લો હાથ લાગ્યો છે હોય તેમ પ્રથમતો બે પેટી દારુ કબ્જો લીધો અને રૂપલલના વિશે જીણવટ ભરી તપાસ હાથ ધરી ને દરમ્યાન ભદ્ર સમાજમાં મોમાદાર વરર્ચસ્વ ધરાવતા કારખાનેદારોએ આબરુ જવાની બીકે અને કેસ થશે તો કુટુંબ અને સમાજમાં ભારે ચર્ચા થવાની બીકે પ્રથમ વહીવટની વાત શરુ કરવામાં આવી પણ જાણે પોલીસની પણ દાઢ ડણકી હોય તેમ જો વહીવટ કરવો હોય તો રૂા ૩૦ લાખ આપ્વા પડશે.

બાદમાં કારખાનેદારોએ ભલામણનો દોર શરુ કરાતા પોલીસને પણ શેહશરમ રાખવી પડે તેવા વ્યકિત સાથે  વાત કરાવતા ૩૦ લાખની માંગણીની રકઝક બાદ મામલો ૩ લાખે પહોચ્યો હતો અને રૂા ૩ લાખમાં શેટીંગ કરવામાં આવ્યું ત્યાર બાદ રૂમમાંથી પકડાયેલી રૂપલલનાને પોલીસે રાત્રીના રસ્તા પર એકલી છોડી દીધી બાદ રૂપિયાનો વહીવટ કર્યો હોવાની ચર્ચાઓ જાગી છે.

પોલીસે કરેલા તોડ જોડની વાત પ્રકાશમાં આવતા શાપર-વેરાવળના ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હોય તેમ કારખાનેદારો આ હકીકત જાણવા ભારે ઉહાપોહે મચી ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.