Abtak Media Google News

ગાંધીનગર વાહનચાલકો હવે પોતાના ડ્રાઇવિંગ લાઈસન્સની મુદ્દત પૂર્ણ થવાના 365 દિવસ એટલે કે એક વર્ષ પહેલા રિન્યૂ કરાવી શકશે. રાજ્યની તમામ આરટીઓ કચેરીમાં સારથિ-4 સોફ્ટવેર હેઠળ વેબ બેઇઝડ ઓનલાઇન કામગીરી શરૂ કરવામાં આવી છે જેના પગલે એક વર્ષ પહેલા નાગરિકો પોતાનું લાઈસન્સ રિન્યૂ કરાવી શકશે.

100 રૂપિયા વધારાની ફી લેવાશે

વાહન વ્યવહાર કમિશનરની યાદીમાં જણાવ્યા પ્રમાણે આરટીઓ કચેરીમાં ડ્રાઇવિંગ લાઈસન્સ રિન્યૂઅલ, ડુપ્લિકેટ સહિતની કામગીરી માટે ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમિશન અને ઇ-પેમેન્ટ પદ્ધતિ ફરજિયાત બનાવાઇ છે. 50 વર્ષ કે તેથી વધુ વયના વાહનચાલકોને લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે તબીબી પ્રમાણપત્ર અપલોડ કરવું પડશે.

લાઈસન્સ રિન્યૂઅલ માટેની ફી 400 રૂપિયા છે જ્યારે મુદ્દત વીતી ગયા પછી અરજી કરવામાં આવે તો 100 રૂપિયા વધારાની ફી લેવાશે. આમ તમામ કામગીરી કરવા ઓનલાઇન ડોક્યુમેન્ટ સબમિટ કરવાની તાકીદ કરાઈ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.