Abtak Media Google News

નવી દિલ્હી ખાતે ભારત ચીન અને રશિયાના વિદેશમંત્રીની મહત્વપૂર્ણ બેઠક મળી

ભારત-ચીન વચ્ચે જેટલા મતભેદ છે તેના કરતા વધુ મિત્રતાના સંબંધો છે: વાંગ યી

ડોકલામ મુદ્દે ડ્રેગને શરણાગતિ સ્વીકારી લીધી છે.

ચીનના વિદેશમંત્રી વાંગ યી એ કહ્યું છે કે ભારત અને ચીનની મિત્રતા બોડર પર થતાં ઘર્ષણોથી વધુ મહત્વ ધરાવે છે. એટલા માટે જ ચીન અને ભારતે જે રીતે ડોકલામ વિવાદને નિપ્ટાવ્યો છે તે પરથી ખબર પડે છે કે બંને દેશો વચ્ચેના પાડોશી અને મિત્રતાના સંબંધો કયા સ્તરે છે.

જો કે, આ સાથે જ ચીને ડોકલામ ચીનનો હિસ્સો છે તેમ પણ કહ્યું હતું હાલમાં નવી દિલ્હી ખાતે રશીયા ચીન અને ભારતના વિદેશમંત્રીની બેઠક ચાલી રહી છે. આ બેઠક માટે રવાના થયા પહેલા ચીનના વિદેશમંત્રી વાંગ યી એ કહ્યું કે આ બેઠક દરયિમાન ચીની વિદેશમંત્રી ભારતના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરશે.

વાંગે વધુમાં જણાવતા કહ્યું કે, ચીન હંમેશા પાડોશી દેશોની સાથે વધુ મજબુત સંબંધોને મહત્વ આપે છે. ભારત સાથે ચીનને સારા અને મજબુત સંબંધો છે. આ બંને દેશો મોટા પાડોશી દેશ છે. અને પ્રાચીન સભ્યતાઓ છે આ ઉપરાંત વાંગ યીએ જણાવ્યું કે, ભારત-ચીનના સંબંધોનું રણનીતીક મહત્વ ખુબ વધુ છે જેથી તેમાં નાના ટકરાઉ બાધા બની શકે નહી.

ઉલ્લેખનીય છે કે સિકિકમ, ભુતાન, તીબેટ સીમાની પાસે આવેલા ડોકલામ ક્ષેત્રમાં પોતાના હિસ્સાને લઇ ભારત-ચીન અને રશિયા વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર્ષણ ચાલી રહ્યું હતું. તાજેતરમાં જ ડોકલામ ક્ષેત્રમાં ૧૬૦૦ થી ૧૮૦૦૦ સીની સૈનિકોએ વધુ એક વખત જમાવટ કરી હતી. તેઓ ડોકલામમાં હેલિપેડસ રોડ-રસ્તા અને શિબિરો બનાવવાના કામો કરી રહી છે. સુરક્ષા સુત્રોના જણાવ્યા અનુસાર ભારતને રણનીતીક લક્ષ્ય મળી ગયું છે. અને હવે ચીનને દક્ષિણની તરફથી કોઇપણ હાલતમાં રસ્તાઓનો વિસ્તાર કરવા દેવામાં આવશે નહી આ ક્ષેત્રમાં પીપલ્સ લિબરેશન આર્મ (પીએલએ)ના જવાનો સ્થાઇ રુપથી રહે છે.

ડોકલામ મુદ્દે ડ્રેગને શરણાગતિ સ્વીકાર લીધી છે. તાજેતરમાં ડોકલામ ક્ષેત્રમાં ભારત-ચીતે પોતાના સૈનિકો ઉતારી દીધા હતા જો કે, હવે આ મુદ્દે ચીન અને ભારતે નમતુ મુકતા મામલો શાંત પડયો છે. નવી દિલ્હીમાં ભારતના વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ સાથે ચીનના વિદેશમંત્રી અને રશિયાના વિદેશમંત્રીએ બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. તેમજ ભારત-ચીન અને રશિયાએ આતંકવાદ સામે એક જુથ થવા પણ હાંકલ કરી છે. આ ત્રણેય  વિદેશમંત્રીઓએ સંયુકત જાહેરનામાં જણાવ્યું છે કે તમામ દેશોએ આતંકવાદનો નાથવા યોગ્ય પગલા લેવા જોઇએ આ બેઠકમાં યાંગ યીએ કહ્યું કે, ભારત-ચીન વચ્ચે જેટલા મતભેદ છે તેના કરતાં વધુ સમજુતી અને મિત્રતાનું મહત્વ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.