Abtak Media Google News

ડો. વિક્રમ સારાભાઇ પરની વીવીપી ઇજનેરી કોલેજના એસોસિએટ પ્રોફેસર ડો. નીરવ મણીયારની ડોકયુમેન્ટરીને જીટીયુ દ્વારા શ્રેષ્ઠ ત્રણ ડોકયુમેન્ટરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતીય સ્પેશ કાર્યક્રમનાં પિતામહ ગણાતા ડો. વિક્રમ સારાભાઇનાં જીવનની અમુક જાણી-અજાણી બાબતો ભારતનાં ગૌરવશાળી ઇતિહાસ અને ગુરૂ શિષ્ટ પરંપરાને ઉજાગર છે. ભારતભૂમિનાં બિલ્વપત્રનાં ત્રણ પુષ્ય-ભારતની ત્રણ મહાન વિભૂતિ ભારતનાં ત્રણ મહાન વૈજ્ઞાનિક-ડો.વિક્રમ સારાભાઇ, તેમના ગુરૂ એશિયાના સર્વપ્રથમ નોબલ પારિતોષિક વૈજ્ઞાનિક વિજેતા ભારત રત્ન ડો. સી.વી.રમન અને ડો. વિક્રમ સારાભાઇનાં શિષ્ય મિસાઇલમેન ભારતરત્ન ડો. એ.પી.જે. અબ્દુલ કલામ.

ડો. વિક્રમ સારાભાઇનું જન્મ શતાબ્દી વર્ષ પુરુ ભારતવર્ષ મનાવી રહ્યું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)દ્વારા ડો. વિક્રમ સારાભાઇ વિષય પર વિડિયો ડોકયુમેન્ટરી બનાવવાનું આહવાહન આપવામાં આવ્યું હતું. જેમાં વી.વી.પી. ઇજનેરી કોલેજના મિકેનીકલ વિભાગમાં એસોસીએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. નીરવ મણીયારની ડોકયુમેન્ટરીને જીટીયુ દ્વારા શ્રેષ્ઠ ત્રણ ડોકયુમેન્ટરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

જીટીયું ના ૧૩મા સ્થાપના દિનની ઓનલાઇન ઉજવણી પ્રસંગે ગુજરાત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, શિક્ષામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, રાજય શિક્ષાણમંત્રી વિભાવરીબેન દવે, જી.ટી.યુ.નાં કુલપતિ ડો. નવીન શેઠ, કુલસચિવ ડો. કે.એન. ખેરની ઉપસ્થિતિમાં આ ડોકયુમેન્ટરીને જીટીયુની યુ ટયુબ ચેનલ પર મૂકવામાં આવી છે. ૧૫૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આ ઓનલાઇન ઉજવણીમાં હાજર રહ્યા હતા. ડોકયુમેન્ટરીમાં ડો. વિક્રમ સારાભાઇનાં જીવન વૃતાંતને અલગ જ દ્રષ્ટિકોણથી રજૂ કરવામાં આવ્યો છે. ડો. વિક્રમ સારાભાઇ ગુજરાતના સુપુત્ર જન્મ ૧ર ઓગષ્ટ ૧૯૧૯ ની મૃત્યુ ૩૦ ડીસેમ્બર ૧૯૭૧ સુધી બાવન વર્ષના અલ્પ જીવન કાળમાં

તેઓએ ભારતમાં અવકાશ સંશોધન, ન્યુકિલયર પાવર, આજે જેને ઇમ્પોસીબલ સ્પેસ રીસર્સ ઓર્ગેનાઇઝેશન કહેવામાં આવે છે. એ ઇન્ડીયન રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો પી.આર. એલ. ફીઝીકલ રીચર્સ લેબોરેટરી, ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ આઇ.આઇ.એમ. અમદાવાદ જેવી અનેક સંસ્થાઓની સ્થાપના જેવા અનેક અકલ્પનીય કાર્યો દ્વારા તેમને સ્પેસ પ્રોગ્રામના પિતામહ કહેવામાં આવે છે.

વ્યકિત માત્ર સંસ્થાઓની સ્થાપનાથી મહાન નથી બનતા, વ્યકિત મહાન બને છે. વ્યકિતત્વ નિર્માણ થકી ડો. વિક્રમ સારાભાઇએ પોતાના કાર્યો થકી અનેક વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી. ડો. એ.પી.જે. અબ્દુલ  કલામે  પણ પોતાના જીવનમાં ડો. વિક્રમ સારાભાઇની પ્રેરણા અને યોગદાનનો સ્વીકાર કર્યો હતો. તેઓએ પોતાના જીવનમાં નેતૃત્વમાં ગુણ માટે ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોમાંથી એક એવા ડો. વિક્રમ સારાભાઇનો ઉલ્લેખ કર્યો હતો. ડો. સી.વી. રમનને ભારત રત્ન ડો. વિક્રમ સારાભાઇને પદમભૂષણ એવ મરણોતર પદમવિભૂષણ અને તેમનાં શિષ્ય ડો. એ.પી.જે. અબ્દુલ કલામ ને આ ત્રણેય પદમભૂષણ, પદમવિભૂષણ અને ભારત રત્ન આ છે ડો. વિક્રમ સારાભાઇ દ્વારા વ્યકિતત્વ નિર્માણ આ ડોકયુમેન્ટરીને જીટીયુની યુ ટયુબ ચેનલ પર નિહાળી શકશે. ડો. નિરવ મણીયારની આ સિઘ્ધી બદલ વીવીપીના મેનેજીગ ટ્રસ્ટી લલીતભાઇ મહેતા, ટ્રસ્ટીઓ,  કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવ ઓઝા, હર્ષલ મણીયાર, આચાર્ય ડો. જયેશ દેશકર, તમામ વિભાગીય વડાઓ પ્રાઘ્યાપકગણ કર્મચારી ગણ તથા વિઘાર્થી ગણે અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.