Abtak Media Google News

ડર્મેટોલોજી – કોસ્મેટોલોજી અને ડેન્ટલ સારવાર – સર્જરી વિભાગમાં અદતન ઉપલબ્ધ: અનુભવી તબીબો અને ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા સારવાર

સૌરાષ્ટ્રના જાણીતા ચર્મરોગ નિષ્ણાત ડો. ચેતન લાલસેતા અને તેમના પારીવારીક તબીબની ટીમસાથે ડો. લાલસેતા પરિવારની શ્રઘ્ધા હોસ્પિટલનું નવી જગ્યા પર નવા અઘતન સેટઅપ સાથે આગામી તા. ર૪ ને રવિવારે સ્થળાંતર કરવામાં આવશે. નવનિર્મિત શ્રઘ્ધા હોસ્પિટલને રવિવારે સવારે ૯ કલાકે તબીબો, સમાજના આગેવાનો, સ્નેહીજનોની ઉ૫સ્થિતિમાં પરિવારના વડીલોના હસ્તુ ખુલ્લી મુકવામાં આવશે. હોસ્પિટલમાં ડર્મેટોલોજીસ્ટ ડો. ચેતન લાલસેતા, હોમિયોપેથી ક્ધસલટન્ટ ડો. મીલી લાલસેતા, ડેન્ટલ સર્જન ડો. મેહુલ લાલસેતા અને ડો. વૈશાલી  લાલસેતા જેવા અનુભવી તબીબો અને ટ્રેઇન્ડ સ્ટાફ દ્વારા ડર્મેટોલોજી- કોસ્મેટોલોજી, હોમિયોપેથી અને ડેન્ટલ સારવાર  સર્જરીની સેવા ઉપલબ્ધ છે.

શ્રઘ્ધા હોસ્૫િટલના ડો. ચેતન લાલસેતાના જણાવ્યા અનુસાર નવી જગ્યાની શ્રઘ્ધા હોસ્પિટલમાં હાલની તમામ સવલતો સાથે વિશ્ર્વ કક્ષાની અન્ય સવલતો પણ ઉમેરવામાં આવી છે. દોઢ દાયકાથી વધુ સમયથી ઇન્દીરા સર્કલ પાસે ડો. લાલસેતા બંધુ સજોડે માનવીય અભીગમ સાથે એથીકલ પ્રેકટીસ કરે છે એ જ ઘ્યેય સાથે આગામી દિવસોમાં નવી શ્રઘ્ધા હોસ્૫િટલ ગીરીરાજ હોસ્પિટલ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ નવજયોત પાર્ક રાજકોટ ખાતે વધુ સુવિધાસભર સારવાર ઉપલબ્ધ બનશે. ચામડીના રોગની સારવાર સાથે કોસ્મેટોલોજી અને દાંતના રોગની બધા પ્રકારની સારવાર, સર્જરીની સેવા માટે અનુભવી તબીબોની ટીમ ઉ૫લબ્ધ છે. આજના જમાનામાં ટાલ, ચામડી લચી પડવી, કરચલી દેખાવી વગેરેના કારણે લોકો મુંઝાયેલા લાગતા હોય છે ત્યારે વિશ્ર્વ કક્ષાએ શોધાયેલ વિવિધ સારવારની પઘ્ધતિ દ્વારા રાજકોટમાં ઘર આંગણે હેર ટ્રાન્સપ્લાન્ટ, લેસર ટ્રીટમેન્ટ વગેરે અદતન સારવાર કરવા અમે સજજ છીએ

અને નવા વાળ સાથે સુંદરતા સાથે માનવીમાં કોન્ફીડન્સ  પણ વધતો જોવા ળે છે. ડો. ચેતન લાલસેતા છેલ્લા ૧૬ વર્ષથી  ચામડીના રોગના નિષ્ણાત તથા કોસ્મેટોલોજીસ્ટ તરીકે પ્રેકટીસ કરે છે. તેમની સાથે ડો. મીલી કારણે થતાં રોગ બોટોકસ, વધારાના વાળ કે મસાની લેસર ટ્રીટમેન્ટ, ટાલની સમસ્યાથી છુટકારો મેળવવા હેલ ટ્રાન્સપ્લાન્ટ, ઉમંરના કારણે ચામડીમાં થતાં અમુક ફેરફારની સારવાર ચહેરા પરની કરચલીઓ પુર કરવી, પી.આર.પી. થેરાપી, પુવા પેરાપી  વગેરે રોગની સારવાર ઉ૫લબ્ધ છે. સાથે સાથે સુંદરતા પ્રત્યે સભાન થતી જતી આજની પેઢી સહીત સમાજના તમામ વર્ગ માટે કોસ્મેટીક ટ્રીટમેન્ટ મળશે. હેર ટ્રાન્સપ્લાન્ટેશન અને કરચલી દૂર કરવાની અઘતન સારવારમાં સારા પરિણામ જોવા મળ્યા છે. અને હતાશ થયેલા અનેક લોકો નવા વાળ સાથે આત્મવિશ્ર્વાસ પાછો મેળવતા પણ જોવા મળ્યા છે.દોઢ દાયકાથી વધુ સમયની પોતાની પ્રેકટીસ દરમિયાન ડો. ચેતન લાલસેતા દેશ-વિદેશમાં અનેક કોન્ફરન્સમાં ભાગ લઇ ચામડીના રોગ તથા કોસ્મેટોલોજી ક્ષેત્રે નવી નવી શોધ અંગે સતત અભ્યાસ કરતા હોય છે

તેમજ તબીબોના સંગઠનોમાં સક્રિય રહી રાજકોટના આંગણે વિવિધ કોન્ફરન્સના આયોજન દ્વારા રાજકોટ- સૌરાષ્ટ્રના તબીબોના જ્ઞાનમાં પણ વધારો થાય અને લોકોને સારી સારવાર મળી રહે એ માટે કાર્યરત હોય છે. ડો. લાલસેતા ડર્મેટોલોજીસ્ટ એસો. ઓફ રાજકોટના પ્રેસીડન્ટ તરીકે સેવા આપે છે. તથા ઇન્ડીયા મેડીકલ એસો. રાજકોટના આગામી વર્ષના પ્રેસીડન્ટ વરણી પામ્યા છે. રાજકોટમાં થોડા સમય પહેલા ડર્મેટોલોજીસ્ટની વેસ્ટ ઝોનની કોન્ફરન્સમાં તેઓએ ઓર્ગેનાઇઝીંગ સેક્રેટરી તરીકે સેવા આપી હતી.શ્રઘ્ધા હોસ્ટિપલ ખાતે દાંતના વિભાગમાં દાંતની તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ છે.

ડો. મેહુલ લાલસેતા અને ડો. વૈશાલી લાલસેતા દ્વારા દાંત પેઢાની તમામ પ્રકારની તકલીફના સચોટ નિદાન માટે ઇન્ટ્રાઓરલ કેમેરા અને ડીઝીટલ એકસ-રે મશીનની સુવિધા સાથે દાંતના વિવિધ રોગની સારવાર અને સ્ફુ પઘ્ધતિથી ફિકસ દાંત (ઇમ્પ્લાન્ટ) વાંધા ચુકા દાંતની સારવાર (ઓર્થોડોન્ટીક) ફિકસ દાંત, એક જ બેઠકમાં રુટ કેનાલ, બ્રીજ ટીથ વ્હાઇટનીંગ, ફિલીગ્સ, દાંતની સર્જરી, સ્પાઇલ ડિઝાઇન ડેન્ટલ કોસ્મેટીક સર્જરી વગેરે સેવા આપવામાં આવે છે. ડો. મેહુલ લાલસેતાએ જામનગરની ડેન્ટલ કોલેજમાં બી.ડી. એસ. કયા બાદ ઇમ્પ્લાન્ટ સર્જરી માટે સર્ટીફાઇડ કોર્ષ કરેલ છે. તેઓ ડેન્ટલ સર્જન તથાસર્ટીફાઇડ ઇમ્પ્લાન્ટ સર્જન ડો. મેહુલ લાલસેતાએ ઇન્ડીયન ડેન્ટલ એસો. રાજકોટ બ્રાન્ચના પ્રેસીડન્ટ સહીત તમામ પદ સેવા વર્ષો સુધી સેવા આપી છે. ડો. વૈશાલી લાલસેતાએ જામનગરની ડેન્ટલ કોલેજમાંથી બી.ડી. એસ. કર્યા બાદ ઓર્થોડોન્ટીકસનો સર્ટીફાઇડ કોર્ષ કરેલ છે. તેઓ ડેન્ટલ સર્જન તથા સર્ટીફાઇડ ઓર્થોડોન્ટીસ્ટ છે. બન્ને છેલ્લા ૧૭ વર્ષથી રાજકોટમાં ઇન્દીરા સર્કલ પાસે પ્રાઇવેટ પ્રેકટીસ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.