Abtak Media Google News

દર્દી સાથે સીધો કે પરોક્ષ સંપર્ક ન હોવા છતાં તબીબ થોડો સમય અળગા રહ્યા

પૂર્વ મેયર અને કોર્પોરેટર રાજકોટના ડો. જૈમનભાઇ ઉપાઘ્યાયની સમય સુચકતાથી કોરોનાનો ચેક કેસ ડિટેકટ થયો હતો અને તેને તુરંત સરકારી હોસ્પિટલે મોકલી દેવાતા સંક્રમણ અટકયું હતું. ડો. ઉપાઘ્યાય તેનો રિપોર્ટ પોઝિટીવ આવયા ના બીજા જ દિવસે થોડા સમય માટે સ્વૈચ્છીક અલગ થઇ ગયા હતા.

સોમવારે મારા દવાખાના પર એક દર્દી શરદી, તાવ, ઉઘરસની દવા લેવા આવ્યો હતો. ડોકટર તરીકેની જવાબદારીના ભાગરુપે મે ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખી છે આવેલ દર્દીને દૂરથી જ તેમની ફરીયાદ  જોતા મારા ૪૦ વર્ષના મેડીકલ પ્રેકિટસના અનુભવના આધારે આ દર્દી સામાન્ય કરતા અલગ દેખાતા (લક્ષણો સામાન્ય કરતા અલગ દેખાતા) જેથી સમય સુચકતા વાપરી સીવીલ હોસ્પિટલમાં તુરંત જવા સલાહ આપી અને ત્યાંના ડયુટી પરના ડોકટર પર મારા લેટર પેડ ઉપર ચીઠ્ઠી પણ લખી આપી દર્દી સીવીલમા ભરતી થઇ ગયો બીજે દિવસે તેનો કોરોના પોઝિટીવ રીપોર્ટ આવતા જવાબદારીના ભાગરુપે હું સ્વૈચ્છીક ટુંક સમય માટે સમાજથી અળગો થવાનું નકકી કર્યુ હતું.

મેં દર્દીને નજીકથી તપાસ્યો પણ ન હતો. નિદાન માટેનું કોઇપણ ઉપકરણ દર્દીને અડાડેલ પણ ન હતું મેં બચાવ માટે પહેલેથી જ કપડા હાથમાં ગ્લોઝ, મોઢા પર માસ્ક વિગેરે લગાવેલ હતું. દર્દીએ પણ તેમના મોઢા પર રૂમાલ બાંધેલ આથી મારા સ્વાસ્થ્ય  ઉપર કોઇ ખતરો નથી પરંતુ જવાબદારીના ભાગરુપે મેં મારા ઘરમાં ૧૪ દિવસ માટે અલગ રહેવાનું નકકી કર્યુ હતું.

રાજકોટના કોરોનાનો નવો કેસ મળે એટલે દુ:ખ જરુર થાય, પરંતુ નિદાન કરવામાં કોઇપણ જાતની ચુક દાખવ્યા વગર દર્દીને યોગ્ય જગ્યાએ સીવીલ હોસ્પિટલ મોકલી આપ્યો દર્દીની તાત્કાલીક સારવાર શરુ થઇ ગઇ લોકોમાં સંક્રમણ થતું અટકયુ તેવી તકેદારી રાખવા બદલ મે: મારા ફરજ નિભાવ્યોનું ગૌરવ છે. તેમ અંતમાં ડો. ઉપાઘ્યાયે જણાવ્યું હતું.

હાલમાં પણ ઘર બેઠા ડોકટર તેમજ કોર્પોરેટર તરીકેની ટેલીફોનીક જવાબદારી હું નિભાવું છું. દર્દીના કોઇપણ પ્રશ્ર્નોનું ટેલીફોન ઉપર ઇલાજ સુચવું છું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ ડો. જૈમન ઉપાઘ્યાયને ફોન કરી માહીતીગાર કરાયા હતા.

કોઇપણ વ્યકિત કોરોના ગ્રસ્ત છે કોરોના શંકાસ્પદ વ્યકિતનાં સંપર્કમાં આવે તો તેમને સેલ્ફ કોરેન્ટાઇન અથવા તો સેલ્ફ આઇશોલેટ થઇ જવું જોઇએ.

જે લોકો સીધા સંપર્કમાં ન આવ્યા હોય, પરંતુ પરોક્ષ સંપર્કમાં આવ્યા હોય તો તેમણે પરિવારના સદસ્યોથી અલગ રૂમમાં રહેવું જોઇએ અલગ બાથરૂમ વિગેરેનદ ઉપયોગ કરવો જોઇએ, તેમના ટુવાલ, કપડા, વાસણ, ટુથપેસ્ટ બધાથી અલગ રાખવા જોઇએ. હાથ અવાર નવાર સાબુથી ઘોવા જોઇએ ખાસ કરીને પોતાના મોઢા ઉપર નાક ઉપર કે આંખ ઉપર અડે ત્યારબાદ ખાસ પોતાના હાથ સેનીટાઇઝર કે સાબુથી સાફ કરવા જોઇએ.ઘરમાં કયાંય પણ દિવાલ, હેન્ડલ,  સ્ટોપર, નળ, રિમોટ મોબાઇલ વિગેરેને અડતા પહેલા પોતાના હાથ સાબુથી સાફ કરેલા હોવા જોઇએ. મોઢે માસ્ક બાંધેલું હોવું જોઇએ. અને પૌષ્ટિક આહાર અને વિટામીન યુકત લીંબુ વિગેરે ખોરાક લેવો જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.