રાજકોટ રેલવે મંડળમાં ડબલ ટ્રેકનું કામ પૂરજોશમાં: ડી.આર.એમ

તા.૨૦ સુધીમાં ચમારજ-દિગસર વચ્ચે ડબલિંગનું કામ પૂર્ણ થઈ જશે: કમિશ્નર ઓફ રેલવે કરશે નિરીક્ષણ

પશ્ર્ચિમ રેલવેનાં રાજકોટ મંડળના દિગસર-ચમારજ રેલખંડ પર ડબલ ટ્રેકની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જેનું આગામી ૨૦ તારીખના રોજ ચમારજથી દિગસર વચ્ચે ડબલ લાઈનનું કાર્ય પૂર્ણ થનાર છે. સાથોસાથ ટ્રેક રીન્યુઅલ, રાજકોટ-વાંકાનેર વચ્ચે રેલવે પૂર્ણતહ વિકસીત કરવા માટે વિધુતીકરણની કામગીરી પણ પૂર્ણ જોશમાં ચાલી રહી છે.

પરમેશ્ર્વર ફુંકવાલે ‘અબતક’ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતુ કે હાલ વેસ્ટેન રેલવે દ્વારા રેલવે ટ્રેકના ડબલીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ પ્રસંગે ખાસ અબતક સાથેની વાતચીતમાં વેર્સ્ટન રેલવેનાં રાજકોટ ડીવીઝનના ડીઆરએમએ અબતક સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતુ કે આ માસની ૧૧ તારીખથી ચમારજ તથા દિગસર સ્ટેશન વચ્ચે હાલમાં પ્રવર્તીત સીંગલ લાઈન સાથે ડબલીંગ ટ્રેકને જોડવાની કામગીરી હાથધરી છે. હાલ ડબલીંગની કામગીરી પૂર્ણ જોશથી ચાલી રહી છે. અને આગામી ૨૦ તારીખે ચમારજથી દિગસર સ્ટેશન વચ્ચે ડબલ લાઈનનું કાર્ય પૂર્ણ થઈ જશે. અને એવી આશા પણ છે કે કમિશનર ઓફ રેલવે સેફટી આ કામનું નિરીક્ષણ કરશે. અને ત્યારબાદ આ ટ્રેકને યાત્રીકો માટે પણ ખૂલ્લો મૂકાશે હાલ રાજકોટ મંડળમાં વિકાસના ઘણાકામો ચાલી રહ્યા છે. જેથી સુરક્ષાને વધુ પ્રાધાન્ય આપી રહ્યું છે. હાલના તબકકે ૧૯ સ્ટેશનોપર મેકેનીકલ સિગ્નલ જોવા મળી રહ્યું છે. અને જૂની ઈન્ટરલોકીંગ વ્યવસ્થા સ્થપાયેલ છે.જેને રેલવેની પરિભાષામાં મેકેનીકલ ઈન્ટર લોકીંગ કહેવાય છે. હાલ ગત ૧૦મી તારીખના રોજ અમરસર સ્ટેશન પર લોકીંગ મેકેનીકલ ઈન્ટરલોકીંગને હટાવી ઓટોમેટીક ઈન્ટર સુવિધા સ્થાપવામાં આવી છે.

સાથોસાથ એ સ્ટેશનો પર કલર લાઈટ સિગ્નલ મૂકવામાં આવી છે. ત્યારે ચાલુ વર્ષે આ પ્રકારની કામગીરી ચારથી પાંચ સ્ટેશનો પર કરવામાં આવશે. આ કાર્યની સાથોસાથ ટ્રેક રીન્યુઅલની કામગીરી પણ સતત ચાલી રહી છે. રાજકોટ, વાંકાનેર સ્ટેશનો વચ્ચે રેલવે પૂર્ણ:તહ વિકસીત કરવા માટે વિધુતીકરણની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહી છે. અંતમા તેઓએ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતુ કે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ખાતે કરવામાં આવેલ વિધુતીકરણની કામગીરીને કમિશ્નર ઓફ રેલવે સેફટી દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે ત્યારે એ વાતની સ્પષ્ટતા થઈ રહી છે. કે રેલવેની કામગીરી પૂર્ણ જોશમાં ચાલી રહ્યું છે.

રાજકોટ આવતી-જતી સાત ટ્રેન બે કલાક સુધી મોડી

દિગસર-ચમારજ સેકશનમાં બ્લોકના લીધે રેલ વ્યવહાર પર અસર

રાજકોટ ડિવિઝન પર દિગસર-ચમારજ સ્ટેશનો વચ્ચે બ્લોક લેવામાં આવશે. ડબલીંગ કાર્યના કારણે તા.૧૪,૧૬ અને ૧૭ના રોજ ૭ ટ્રેનને અસર શે. શુક્રવારના રોજ પોરબંદરી ઉપડનારી ૧૨૯૪૯ પોરબંદર-સંતરાગાચી કવિગુરૂ એકસપ્રેસ ટ્રેન ૨ કલાક મોડી ઉપડશે.

ઓખાી ઉપડનારી ઓખા-દહેરાદૂન ઉતરાંચલ એકસપ્રેસ તેના નિર્ધારીત સમયી દોઢ કલાક મોડી ઉપડશે.સોમના-જબલપુર એકસપ્રેસ સોમના સ્ટેશની એક કલાક ૨૦ મિનિટ મોડી ઉપડશે. જ્યારે ૧૭મીએ સોમનાી ઉપડનારી સોમના-જબલપુર એક કલાક મોડી ઉપડશે. જેને લઈને ૧૬મીએ એર્નાકુલમ-ઓખા એકસપ્રેસ માર્ગમાં ૨ કલાક મોડી શે. જબલપુર-સોમના માર્ગમાં ૧ કલાક ૪૦ મિનિટ મોડી શે. હાવડા-પોરબંદર સુપરફાસ્ટ માર્ગમાં દોઢ કલાક મોડી શે.

રવિવારે રાજકોટ કોઈમ્બતુર એકસપ્રેસ ટ્રેન બદલાયેલા માર્ગે ચાલશે

દક્ષિણ-પશ્ર્ચિમ રેલવેનાં બેંગલુરૂ મંડળમાં યેલાહંકા-ધર્માવરમ વચ્ચે ચાલી રહેલા ડબલ ટ્રેક કામગીરીના કારણે બે ટ્રેન બદલાયેલા માર્ગે ચાલશે. રવિવારે રાજકોટ-કોઈમ્બતુર એકસપ્રેસ વાયા ગુંટકલ, રેનિગુટા, જોલારપટ્ટી થઈને ચાલશે

જયારે આ ટ્રેન ગૂરી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપૂર, કૃષ્ણરાજપુરમ અને બેંગાર પેટ નહી જાય. જયારે તુતિકોરીન-ઓખા વિવેક એકસપ્રેસ વાયા સેલમ, જોલાર પેટ્ટી, રેનિંગુંટા, ગુંટકલ થઈને ચાલશે. જે બેંગારપેટ, કૃષ્ણરાજપુરમ, યેલ્હાંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુરમ નહી જાય.

Loading...