કોરોનાથી હારવાનું નથી: રેડ એફ.એમ.ના આર.જે.ઇશિતાનો પ્રેરક સંદેશ

હારશે કોરોના, જીતશે રાજકોટ

નમસ્તે રાજકોટ ! ફિલહાલ કોરોના આપણા માટે બહુ જ મોટી ચેલેન્જ બની ગઈ છે. આ ચેલેન્જને આપણે સ્વીકારવાની છે. તેનાથી આપણે ડરવાનું બંધ કરી દઈએ. કોરોનાની મહામારી વચ્ચે રાજકોટવાસીઓને આ પ્રેરક સંદેશ આપી રહયાં છે, રેડ એફ.એમ.ના આર.જે. ઈશિતા ઈશિતા કહે છે, કોરોના સે ડરના કયું હૈ ? આપણે જેટલા વધુ ડરશુ એટલી આપણને વધુ માનસિક તકલીફ થશે. કોરોનાને આ જ તો જોઈએ છે. આપણે કોરોનાના ઘમંડને તોડવાનો છે. અગર એને એમ થાય કે, જે વ્યક્તિ સાથે મારો સંપર્ક થઈ રહયો છે, એ વ્યક્તિ અત્યારના ડરના સંપર્કમાં નથી તો એ કોરોના જલદી ભાગી જશે.

આપણે રાજકોટને કોરોનાના સંક્રમણી બચાવવું છે, રાજકોટનો એ રંગ ફરી એક વખત રંગીલો જોવો છે, રવિવારની સાંજે રેસકોર્ષની પાળીએ બેસવું છે, બાળકો સાથે – પરિવાર સાથે આજી ડેમ – ન્યારી ડેમ બધે જ માસ્ક પહેર્યા વિના કોઈ પણ જાતના ટેન્શન વિના ફરવું છે, તો ફિર ડરના કયું હૈ ?

ફિલ્મોમાં સારૂં લાગે કે કભી કભી હારકે જીતનેવાલે કો બાજીગર કહેતે હૈ. રીયલ લાઈફમાં એવું નથી. આપણે હારવાનું નથી, હાર માનતા પણ નહી. કોરોનાીથી બહુ  જલ્દી આપણને છૂટકારો મળી જશે.

આપણી સરકાર, તમે – હું, આપણે બધા જ પૂરતી કોશિષ કરીએ છીએ અને પૂરતી સાવચેતી રાખી છે, અને એટલે જ હું કહું છું કે, હારશે કોરોના, જીતશે રાજકોટ.

Loading...