Abtak Media Google News

બિમાર પડતી વ્યકિતને સૌથી પહેલા અપાતું સફરજન જેમાં છે કરોડો બેકટેરીયા દુધ પણ એટલા જ બેકટેરીયાથી ભરેલું છે, સાથે શરીરમાં થતા કેન્સર જેવા રોગો સંપુર્ણ બેકટેરીયાથી જ થાય છે

સામાન્ય રીતે  લોકો દ્વારા રોજબરોજ ફળોનું સેવન કરવામાં આવે છે. પરંતુ લોકો તેની ઉપર છલ્લી માહીતીથી જાણકાર હોય છે. જેમ કે સફરજન ખાવાથી તંદુરસ્તી વધે, ખાટા ફળો ખાવાથી આંખની દ્રષ્ટિમાં ફાયદો થાય, કેળા કેલ્શીયમથી ભરપુર છે. અને ફળ સંપૂર્ણ આહાર છે. આવી જાણકારીઓથી સામાન્ય લોકો માહીતગાર હોય છે. આ આપણે વાત કરશું કે જેથી તમારી જાણકારીમાં વધારો થઇ શકશે. તમે તંદુરસ્ત તો હશો પણ કદાચ આજનો આ લેખ વાંચ્યા પછી આપ કદાચ વધુ તંદુરસ્તી અનુભવશો.

લોકો દ્વારા બિમાર પડેલ વ્યકિતને જેટલી દવાઓ આપવામાં આવે છે એની સાથે જ ફળોનો આહાર લેવાનું પણ જણાવવામાં આવે છે. પરંતુ એક તારણ પ્રમાણે સફરજનમાં જેમ વિટામીન ભરપુર પ્રમાણમાં છે. એજ રીતે તેમાં બેકટેરીયાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. તારણ પ્રમાણે સફરજનમાં ૧૦ કરોડથી વધુ બેકટેરીયાઓની ઉ૫સ્થિતિ હોય છે. જયારે મેડીકલ સાયન્સમાં સંપૂર્ણ કહેવાય છે  કે ‘કાચા ફળ અને શાકભાજી એ આંતરડાની પાચન ક્રિયા’માટે ખાસ આવશ્કય છે.ત્યારે ખરેખર આ બેકટેરીયાની ઉ૫સ્થિતિ ખરેખર શરીર માટે એટલી જ ઉપયોગી છે. જો વાત કરીએ તો દુધને પોષ્ટીક આહાર ગણાય છે. પણ આજ દુધમાં સૌથી વધુ બેકટેરીયા હોય છે જેથી તેમાં થોડું જ છાશ અને દહીં નાખવાથી અથવા તો આજ દુધની બગડવાની શકયતા પણ વધુ છે. તેમાં વાતાવરણની સૌથી વધુ અસર અને બહારના વાતાવરણના બેકટેરીયાની થોડા જ સમયમાં દુધ બગડી જાય છે. તેનું મુખ્ય કારણ તેમાં રહેલા બેકટેરીયા જ છે.

જયારે કેળા અને અન્ય ફળોમાં પણ આજ રીતે બેકટેરીયાની ઉ૫સ્થિતિ હોય છે. જેમ દુધ અને સફરજનમાં કરોડો બેકટેરીયા હોય છે. આજ બેકટેરીયાઓ આપણાને જીવન જીવવા માટે ખાસ ઉપયોગ થાય છે. અને તે જ બેકટેરીયાથી આપણા લોહીના બ્લડ સેલ્સમાં તેની ઉ૫સ્થિતિથી આપણી છારોગી રહેવાની આવરદા વધે છે. જયારે બ્લડ સેલ્સમાં અમુક બેકટેરીયાઓનું પ્રમાણ વધે તો રોગ પ્રતિકારક શકિત ઘટી જાય છે. જેથી બેકટેરીયાઓનું પ્રમાણ આપણા શરીરમાં જળવાઇ રહે તે પણ એટલું જ જરુરી છે.

આજ રીતે જો રોગોની વાત કરી એ તો કેન્સર થવા માટે આ બેકટેરીયાઓ જ જવાબદાર સાબીત થયા છે. તો જે જગ્યાએ શરીરમાં કોઇ ગાંઠ અથવાનો ઇન્ટરનલ ડેમેજ હોય ત્યાં અમુક બેકટેરીયાઓની ઉપદ્રવથી આ ગાંઠ ઉપર દવાની યોગ્ય અસર ન થતાં આ જ ગાંઠ અથવા નો ઇન્ટરનલ દ્વારા ટયુમર અથવા તો કેન્સર ના રુપમાં ફેલાય જાય છે. અને શરીરને નુકશાન પહોચાડે છે તેથી જ શરીરમાં બેકટેરીયાનું પ્રમાણ જળવાય રહે તે પણ એટલું જ આવશ્યક છે.જયારે એક વૈજ્ઞાનિક તારણ માટે રપ૦ ગ્રામનું સફરજન લેવામાં આવ્યું જેમાથી ૧૦ કરોડ બેકટેરીયા ની ઉપસ્થિતિ મળી હતી તે તારણ પરથી આ રીતે વાત કરી શકાય છે બેકટેરીયા પણ જેટલા હાનીકારક છે એટલા જ શરીર માટે ઉ૫યોગી પણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.