શું તમારું બાળક શાંતીથી નથી સુઈ શકતું ?

99

સ્માર્ટ ફોનથી સાર સંભાળ કેટલી જરૂરી

ટેકનોલોજી એ દેશ અને દુનિયામાં હરણફાળ ભરી છે ત્યારે હવે આજ ટેકનોલોજી ખતરારૂપ પણ બની રહી છે. બાળકો પણ વધુ સ્માર્ટ થવા લાગ્યા છે અને તેઓ પણ સ્માર્ટ ફોન કે ટેબલેટનો ઉપયોગ કરતા થઈ ગયા છે અને હવે બાળકોને પણ મોબાઈલ ફોનની લત લાગી ગઈ છે જેના કારણે ઘણી બધી સમસ્યાઓ ઉભી થઈ રહી છે.

બાળકો હોય કે વયસ્ક દરેક માટે ઉંઘ ખુબ જ મહત્વની છે. ઘણા બધા પેરેન્ટસની એવી ફરિયાદ છે કે તેમનું બાળક શાંતીથી સુઈ શકતું નથી જેનું મુળ કારણ સ્માર્ટ ફોનનો વધુ ઉપયોગ છે. સતત સ્માર્ટ ફોનનો વપરાશ બાળકોની માનસિક સ્થિતિને ડિસ્ટર્બ કરે છે. યુકેમાં થયેલા એક અભ્યાસ પ્રમાણે ૧૬ વર્ષથી નીચેના બાળકોના માતા-પિતાની સતત એવી ફરિયાદ હતી કે તેમનું બાળક શાંતીથી સુઈ શકતું નથી તેની ઉંઘમાં ખલેલ પહોંચે છે. અભ્યાસ બાદ એવું તારણ મળ્યું કે ૧૮ થી ૩૫ વર્ષની વયના લોકોમાં જેટલુ ઉંઘનું પ્રમાણ છે તેનાથી પણ ઓછી ઉંઘ ૧૬ વર્ષની નીચેના બાળકોમાં છે જેનું મુળ કારણ મોબાઈલ ફોનની કુટેવ છે.

* ફોન તમારી ઉંઘ કેવી રીતે ખરાબ કરે છે.

બ્લ્યુલાઈટ ઈમોશન ઉંઘને ડિસ્ટર્બ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. જયારે ફોન ચાલુ કરીએ ત્યારે બ્લ્યુલાઈટ ચાલુ થાય છે જે મગજને તુરંત અસર કરે છે. બાળકો માથુ નીચે રાખીને સતત ફોનમાં જ જોવે છે જેને કારણે આંખો અને મગજ બંનેને નુકસાન થાય છે અને ઉંઘ આવતી હોવા છતાં મગજ સુવાનો ઓર્ડર આપતુ નથી અને ઉંઘ ડિસ્ટર્બ થાય છે. જો ખરેખર ફોન જ બાળકોની ઉંઘમાં ખલેલ પહોંચાડતું હોય તો માતા-પિતાએ બાળકની ઉંઘનું શેડયુલ બનાવવુ જોઈએ. જયારે માતા-પિતા બંને કામ કરતા હોય ત્યારે બાળક તેમને ખલેલ ન પહોંચાડે તે માટે અજાણતા જ તેઓ બાળકને ફોનનો ઉપયોગ કરવાની ટેવ પાડે છે અને જયારે તેની ઉંઘમાં ખલેલ પહોંચે છે ત્યારે બાળક ફોનનું આદી થઈ ગયું હોવાનું જણાવે છે. જો માતા-પિતા જ આ અંગે થોડી સાવચેતી રાખે અને બાળકને વધારે ટાઈમ આપે સતત બાળક સાથે ચર્ચા કરે તો તેની આ આદત છુટી શકે છે. બાળકના માઈન્ડને ક્રિએટીવીટી વર્ક સાથે જોડો જેથી તેને જલ્દી ઉંઘ આવશે.

* ઉંઘ આવે તે માટે શું કરવું

બાળકોને સમયસર અને પુરતી ઉંઘ મળે તે ખુબ જ જરૂરી છે. બાળકોને સુતા પહેલા મોબાઈલ ફોન આપવાનું ટાળો. આ ઉપરાંત બાળકને સુગર અને એનર્જીડ્રીક આપો. જેનાથી તેને જલ્દી અને સારી ઉંઘ આવશે. માત્ર સોશિયલ મીડિયા અને ફોન જ બાળકની ઉંઘ ખરાબ નથી કરતુ પરંતુ આસપાસનું વાતાવરણ અને કેવી રીતે સુવે છે તે પણ તેની માનસિક સ્થિતિને અસર કરે છે. બાળકોને વધારે ગુસ્સો આવતો હોય, જલ્દી થાકી જતું હોય તો પણ ઉંઘમાં ખલેલ પહોંચે છે. બાળકોની ઉંઘ ખરાબ ન થાય તે માટે ખુબ જ ઝડપથી આપણે આપણી અને બાળકોની આદતો બદલી જોશે સ્માર્ટ ફોનનો ઉપયોગ ટાળવો જોશે.

આ તો થઈ મોબાઈલ ફોન અને બાળકોમાં ઓછી થતી ઉંઘની વાત પણ અહીં એવી કેટલીક જગ્યાઓ પણ છે જયાં મોબાઈલ ફોન રાખવો ખતરનાક છે. મોટેભાગે ફોન જયારે ચાર્જિંગમાં હોય ત્યારે આપણે સતત તેને હાથમાં લઈ કેટલુ ચાર્જિંગ થવું અને શું સ્ટેટસ છે તે જોવા ફોનને વારંવાર હાથમાં લઈએ છીએ જે ખરેખર જોખમકારક છે. આ ઉપરાંત પેન્ટના ખિસ્સામાં પણ આપણે મોબાઈલ રાખીએ છીએ જે જોખમકારક છે. ડોકટરોના જણાવ્યા પ્રમાણે મોબાઈલ ફોનના રેડિયેશનને કારણે કેન્સર થવાની સંભાવના વધી જાય છે અને પાછળના ખિસ્સામાં ફોન રાખવાથી સાઈટીક પેઈનની સંભાવના વધી જાય છે માટે ખિસ્સામાં ફોન રાખવાનું ટાળો.

આ ઉપરાંત મોબાઈલ ફોનને ઓશિકા નીચે રાખી સુવાની આદત હોય છે જે ખુબ જ જોખમી છે. ફોનના રેડિયેશન અને બ્લયુ લાઈટ ઉંઘ ઉપર અસર કરે છે. આ સાથે શર્ટના ખિસ્સામાં ફોન રાખવો અતિ જોખમી છે. મહિલાઓની આ આદત બ્રેસ્ટ કેન્સરને નોતરે છે. ફોનને ચહેરાની નજીક પણ ન રાખવો જોઈ ફોનમાંથી નિકળતા બેકટેરીયા સ્કીનને નુકસાન પહોંચાડે છે. આ ઉપરાંત કેટલાક લોકોને બાથરૂમ કે ટોયલેટમાં પણ ફોન યુઝ કરવાની આદત હોય છે જે જોખમી છે. કેટલાક લોકો સ્ટ્રોલર એટલે કે બેબી ટ્રોલીમાં ફોન મુકે છે જે બાળક માટે જોખમી છે.

Loading...