શું તમારું બાળક પણ તણાનવનો શિકાર બન્યું છે…???

644

સાવધાન તમારા બાળકના આ લક્ષણો તણાવ તરફ ઈશારો કરે છે…!!!

સ્ટ્રેસ એ આજ કાલ સ્ટ્રેસ શબ્દ સામાન્ય બન્યો છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારીનો શિકાર બની છે જેનું મૂળ સ્ટ્રેસ જ જોવા મળે છે. આ તો થયી એ લોકોની વાત જે જીવનમાં ક્યાંકને ક્યાંક વ્યસ્ત હોય છે અને તેના સ્ટ્રેસમાં હોય છે પરંતુ હવેના સમયની મોટી સંશય એ છે કે બાળકો પણ સ્ટ્રેસનો શિકાર બનવા લાગ્યા છે અને માતા-પિતા આ બાબતે અજંતા જ બાળકના કેટલેક વ્યવહારને અવગણે હોય છે. જેનું ભવિષ્યમાં વરવું પરિણામ પણ આવે છે. તો આવો જાણીએ બાળકોના કેટલાક એવા લક્ષણોને જે દર્શાવે છે તેની તાણાવગ્રસ્ત પરિસ્થિતિ…
બાળકને સુવામાં તકલીફ 
જયારે પણ બાળક સુવે છે ત્યારે તેને મોદી ઊંઘ આવે કે પછી સુતા સમયે તેને બીક લાગવાથી સુવાનું ટાળવાનું કરતા હોય તો સમજવું કે બાળકને કૈક પ્રશ્ન સતાવે છે.
ગુસ્સો આવવો 
સામાન્ય રીતે બાળકને ગુસ્સો આવવો એ સામાન્ય બાબત નથી જ પરંતુ  જયારે પણ તમને એવું લાગે કે બાળક વાતે વાતે ગુસ્સો કરે છે અને ખાસ તો ત્યારે જયારે કે તેને જે બાબતે તણાવ મહેસુસ થતો હોય ત્યારે તે વધુ ઉગ્રતા વાયુ વર્તન કરતા હોય છે. એ બાબતે માતા-પિતા એ સાવચેત રહેવું જોઈએ.
નખ ચાવવા લાગે 
જયારે પણ બાળક વધુ ચિંતામાં કે સ્ટ્રેસમાં હોટ છે ત્યારે તે નખ ખોતરવા લાગે છે. અને વિચારોમાં ને વિચારોમાં રહેવાથી તે આવું કરતા હોય છે.
જમવામાં બદલાવ 
સામાન્ય રીતે બાળકનું જમવાનું એક રૂટિન ફિક્સ હોય છે પરંતુ જે બાળક તણાવમાં હોય છે ત્યારે કાં તો બહુ જમવા લાગે છે કાં તો સૌ જમવાનું છોડી દે છે. અને એ નક્કી નથી હોતું કે એવું કઈ પરિસ્થિતિમાં કરે છે.
મૂડમાં બદલાવ 
થોડી વારમા ગુસ્સો તો થોડી વારમા પ્રેમ અને આવું તેના મૂડમાં આવતા સતત વિચારો અને બદલાવના કારણે થતું હોય છે. અહીં મહત્વની વાત એ છે કે બાળાને એ ભાન નથી હોતું કે તે કઈ પરિસ્થિતિમાંથી પસાર થયી રહ્યું છે પરંતુ માતા-પિતા એ સતર્ક રહીને બાળકને આ વિકટ પરિસ્થિતિમાંથી બહાર લાવવાનું છે.
Loading...