Abtak Media Google News

ગર્ભાવસ્થા જીવનનો સૌથી સુંદર અનુભવ હોય છે જ્યારે એક શરીરમાં બે જીવ જીવી રહ્યાં હોય છે ત્યારે સ્ત્રીઓને કોઇપણ સમયે અજીબ-અજીબ ખાવાનું મન થતુ હોય છે. ક્યારેક તેમને ચોકલેટ ખાવાનું પણ મન થતુ હોય છે અને તલબ આવતી હોય છે. પરંતુ ચોકલેટ પ્રેગનેન્સીમાં ખરાબ વસ્તુ નથી તેમાં રહેલા વિટામિન માતા તેમજ બાળકને પોષણ આપે છે. તેમજ તેનાથી માતાનું કોલેસ્ટ્રોલ લેવલ તેમજ શરીરનું વજન નિયંત્રણમાં રહે છે. ચોકલેટના ગુણો ગર્ભવતી સ્ત્રીઓની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને તેમને સ્વસ્થ્ય રાખે છે.

ચોકલેટ ખાવાથી પ્રેગનેન્સીમાં થતી બેચેનીથી પણ રાહત મળે છે. અને તે મુડ પણ સારો કરે છે. એક રિસર્ચ પ્રમાણે ડાર્ક ચોકલેટ ખાવાથી મહિલાઓને તણાવમુક્ત રહેવામાં મદદ મળે છે. જો તમે પ્રેગનેન્ટ હોય અને તમને ચોકલેટ ખૂબ જ ભાવતી હોય તો આ તમારા માટે સારા સમાચાર છે. પરંતુ દિવસમાં બે નાની ચોકલેટથી વધુ ખાવાથી શુગર લેવલ વધી શકે છે. જાણો શું કામ પ્રેગનેન્ટ મહિલાઓએ ચોકલેટ ખાવી જોઇએ.

– ચોકલેટ ખાવાથી મુડ સારો રહે છે, અને ડાર્ક ચોકલેટ ખાવાથી તણાવ ઘટે છે.

– ચોકલેટ આર્યન અને મેગ્નેશિયમથી ભરપુર છે. ૧૦૦ ગ્રામ ચોકલેટમાં ૬૭ ટકા આર્યન અને ૫૮ ટક મેગ્નેશિયમ રહેલું હોય છે.

– તેથી મહિલાઓના શરીરમાં હેમોગ્લોબિનનું પ્રમાણ સમતોળ રહે છે.

– ડાર્ક ચોકલેટમાં ફેટ અને શુગરનું પ્રમાણ ઓછું હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલને નિયંત્રિત કરે છે પરંતુ તેને એક માપ સુધી જ લેવું યોગ્ય છે કારણ કે અતિની ગતિ હોતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.