Abtak Media Google News

અકસ્માતના કારણે તાં મોત અટકે એ માટે આઈ.એમ.એ.દ્વારા સમાજમાં ટ્રાફીક અવેરનેસ ઝુંબેશના આજી શ્રીગણેશ: ડો.ચેતન લાલસેતા

શહેરમાં સતત વધતા જતાં ટ્રાફીક અને તેના કારણે થતા રોડ અકસ્માતોમાં અનેક લોકોના મોત થતાં હોય છે, તેમજ અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હોય આ બાબતે સમાજમાં જાગૃતિ આવે અને લોકોમાં ટ્રાફીક અવેરનેસ વધે, અકસ્માત ઘટે એ માટે ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – રાજકોટની ટીમ દ્વારા આજે ડોકટર ડેની ઉજવણી સાથે ટ્રાફીક અવેરનેસ ઝુંબેશના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. રાજકોટ પોલીસ, રોટરી કલબ ગ્રેટર અને જીનીયસ ગ્રુપના સહયોગથી આ ઝુંબેશ અંતર્ગત વર્ષ દરમિયાન ૧૨ જેટલાં સેમીનાર દ્વારા લોકોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ટ્રાફીક બાબતે જાગૃત કરવા સાથે જરૂરી તાલીમ આપવામાં આવશે, એમ આઈ.એમ.એ. – રાજકોટના પ્રમુખ જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલસતા અને સેક્રેટરી ડિટીકલ કેર નિષ્ણાત ડો. તેજસ કરમટાએ જણાવ્યું છે. રાજકોટ મેડિકલ કોલેજ ખાતે આજે તબીબો, સમાજ શ્રેષ્ઠીઓ, અધીકારીગણની ઉપસ્થિતિમાં ડોકટરડેના દિવસે એલર્ટ ટુડે… એલાઈવ ટુમોરોના સ્લોગન સાથે ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે.

Advertisement

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખે રાજકોટના જાણીતા સ્કીન સ્પેશ્યાલીસ્ટ ડો. ચેતન લાલતા ટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામ વિશે માહિતી આપતાં જણાવ્યું છે કે, ડો.બિધાનચંદ્ર રોયની જન્મતિથિ અને મૃત્યુતિથિના દિવસે એટલે કે આજે તા. ૧લી જુલાઈના રોજ દેશભરમાં ડોકટર ડેની ઉજવણી કરવામાં આવે છે, જેમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની દેશભરની ૧૭૦૦ જેટલી શાખા દ્વારા વિવિધ સેવાકીય, સામાજીક પ્રવૃત્તિઓ હાથ ઘરવામાં આવે છે. આઈ.એમ.એ. રાજકોટ દ્વારા લોકોને ટ્રાફીક અંગે જાગૃત કરી, અકસ્માત અટકાવવા તથા અકસ્માતના કારણે થતા મોત અટકે એ માટે આજ ડોકટરડેના દિવસની ઉજવણી રૂપેટ્રાફીક અવેરનેસ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ, રોટરી કલબ ગ્રેટર અને જીનયસ ગ્રુપ ઓફ ઈન્સ્ટીટ્યુટના સહકારથી વર્ષ દરમિયાન ૧૨ જેટલાં સેમીનાર દ્વારા દેશનું ભાવી છે એવા વિદ્યાર્થીઓને તથા સમાજને જાગૃત કરવામાં આવશે. એક અભ્યાસ મુજબ આજકાલ વાહનોની સંખ્યા ખૂબ વધી છે સામે સમાજમાં ટ્રાફિક વિશે જાગૃત્તિનો અભાવ જોવા મળે છે જેના કારણે શહેરમાં તથા હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ ખૂબ વધ્યું છે. અને અકસ્માતના કારણે ગંભીર ઈજાઓ તથા મોતના કિસ્સા વધતા જતાં હોય સમાજ માટે ચિંતાનો વિષય છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં બાઈકસવારતરૂણો અને યુવાઓ અકસ્માતમાં વધુ ભોગ બનતા હોય અને દેશની આ ભાવી પેઢીને જાગૃત કરવા સાથે આ બાબતે સમાજને જાગૃત કરવા બીડું ઝડપ્યું છે. રાજકોટ પોલીસ વિભાગ તથા સામાજીક સંસ્થાઓ, કોલેજોના સહયોગથી આઈ.એમ.એ. દ્વારા દર મહિને અલગ-અલગ કોલેજમાં ટ્રાફીક અવેરનેસ વિશેના ખાસ સેમીનારનું આયોજન કરવામાં આવશે. દોઢ કલાકના આ સેમીનારમાં નિષ્ણાત તબીબો દ્વારા અકસ્માત સમયે ઈમરજન્સી સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે, અકસ્માતમાં હેડ ઈન્જરી કેવા ગંભીર પરીણામ લાવી શકે એ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવશે તથા આવા સમયે લોકોએ શું કરવું, પ્રાથમીક સારવાર કઈ રીતે કરવી વગેરે અંગે સમજાવવામાં આવશે. સેમીનારમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ટ્રાફિકના નિયમો, કાયદો અને તેનો અમલ વગેરે અંગે માહિતગાર કરવામાં આવશે. અને સંસ્થાઓના સહયોગથી ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓને ખાસ ઓથ લેવડાવવામાં આવશે કે અમે ટ્રાફીક પ્રત્યે સજાગ રહીશું,નિયમોનું પાલન કરીશું અને બધાને સજાગરાખવા સાથે નિયમોનું પાલન કરાવશે.

આઈ.એમ.એ. રાજકોટના સેક્રેટરી કિટીકલ કેર નિષ્ણાત ડો. તેજસ કરમટાએ જણાવ્યું છે કે, રાજકોટની સ્કુલ, કોલેજોમાં૧૨ જેટલાં સેમીનારનું આયોજન કરી અકસ્માત સમયે કે અન્ય કોઈ કારણોસર કોઈ વ્યકિતને હદય રોગના હુમલા આવવો કે હદય બંધ પડી જાય એવા કિસ્સામાં જે તે વખતે દર્દીની નજીક રહેલ સામાન્ય વ્યક્તિ તેની પ્રાથમિક સારવાર કરી શકે એ માટે સી.પી.આર.(કાડિયો પલ્મનરી રીરીટેશન) વિશે લોકોને તાલીમ આપવામાં આવશે. હય રોગના હુમલા વખતે તાત્કાલીક સારવાર કઈ રીતે અને શું કરી શકાય એ વિશે લાઈવ પ્રેઝન્ટેશન તથા વિડિયો દ્વારા યુવાનો તથા સમાજના વિવિધ વર્ગના લોકોને તાલીમ આપવામાં આવશે. આઈ.એમ.એ.ના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા આજે રાજકોટમેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના પેરામેડિકલ સ્ટાફને આ અંગે તાલીમ આપવામાં આવી છે.

રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ડોકટર ડેની ઉજવણી સાથે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામના શુભારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રાજકોટના ડી.સી.પી. ડો. રવિમોહન સૈની, મેડિકલ કોલેજના ડિન ડો.ગૌરવ ધ્રુવ, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. મનીષ મહેતા, મેહુલ રૂપાણી, જીનીયસ ગ્રુપના ડી. વી. મહેતા, રોટરી કલબ ગ્રેટરના પૂર્વીશ કોટેચા ઉપસ્થિત રહ્યા હતાં.

આ પ્રસંગે આઈ.એમ.એ.ગુજરાતના ઉપપ્રમુખ ડો. અમીત હપાણી, આઈ.એમ.એ. રાજકોટના પૂર્વ પ્રમુખ ડો.હિરેન કોઠારી, પૂર્વ સેક્રેટરી ડો. પિયુષ ઉનડકટ, રાજકોટના સિનિયર તબીબો ડો. એસ. ટી. હેમાણી, ડો. સુશીલ કારીઆ, ડો. પ્રકાશ મોઢા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. ડી. કે. શાહ, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના પી.વી.સી. ડો. વિજય દેસાણી, ડો. ભાવિન કોઠારી, ડો. ભાવેશ સચદે, ડો. યશ પોપટ, આઈ.એમ.એ. લેડીઝ વિંગના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ ડો. સ્વાતીબેન પોપટ, ડો. રશ્મી ઉપધ્યાય, ડો. એમ. કે. કોરવાડીયા સહિત અનેક તબીબો અને અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે. વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ડી.સી.પી. ડો.રવિમોહન સૈનીએ રાજકોટની ટ્રાફીક સમસ્યા અને પોલીસ દ્વારા કરવામાં આવતીકાર્યવાહી વિશે માહિતી આપી હતી. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના ૨૦૧૯-૨૦ના હોદેદારો તરીકે ડો. ચેતન લાલતા-પ્રમુખ, ડો. તેજસ કરમટા-સેકેટરી, ઉપપ્રમુખ ડો. મયંક ઠક્કર અને ડો. જયેશ ડોબરીયા, જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો. વિમલ સરાડવા અને ડો. રૂકશ ઘોડાસરા, ડો. દર્શન સુરેજા-ટ્રેઝરર, ડો. સેજલ અંટાળા-જોઈન્ટ ટ્રેઝરર, વુમન્સવિંગના ચેરપર્સન તરીકે ડો. સ્વામિ પોપટ અને સેક્રેટરી તરીકે ડો.વૃન્દા અગ્રાવત, ડો. જય ધીરવાણી – પ્રેસીડન્ટ ઈલેકટ, ડો. અમીત અગ્રાવત, ડો. હેતલ વડેરા, ડો. સંકલ્પ વણઝારા, ડો. ભાવેશ વૈશ્નાણી, ડો. ૩પેશ મહેતા. ડો. પારસ ડી. શાહ, ડો. સંજય ટીલાળા, ડો. દીપા ગોંડલીયા, યંગ એકઝીકયુટીવ કમીટી મેમ્બર્સ તરીકે ડો. પરીશ કંટેસરીયા, ડો. ભાવેશ કાનાબાર, ડો. દુષ્યત ગોંડલીયા, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ચિંતન દલવાડી, ડો. કપાલ પુજારા, એડિટરીયલ બોર્ડનાં આઈ.એમ.એ.ના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતાસેવા આપે છે. કાર્યક્રમનું સંચાલન ડો. અમીત અગ્રાવતે કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.