Abtak Media Google News

કાર્યકરે ઉગ્ર રજૂઆત કરતા ખૂદ સાંસદ રમેશભાઈ ધડુક હોસ્પિટલે દોડી ગયા

ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર અકસ્માત માટે કુખ્યાત ભુણાવા ચોકડી પાસે છોટાહાથી પીકઅપ વાહન પલટી ખાઇ જતાં પીકઅપ વાહનો માં બેઠેલાં જીવુબેન રવજીભાઈ ઝાપડા,વજીબેન ભાયાભાઇ ઝાપડા,ધુમીલ જીવણભાઇ ઝાપડા,જલક જગાભાઇ ઝાપડા,હેતલ ચંદુભાઇ ઝાપડા,હિનલ સંજયભાઈ ઝાપડા,વિજય નાજાભાઇ ઝાપડા,વર્ષા સંજયભાઈ ઝાપડા,મીના જીવણભાઇ ઝાપડા ને સામાન્ય ઇજા સાથે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં હતાં જ્યારે સંજયભાઈ ઝાપડા,જશુબેન ખેંગારભાઇ,મંજુબેન નારણભાઇ,પુજાબેન ધીરુભાઈ તથાં શિલ્પાબેન જગદીશભાઇ ને ગંભીર ઇજા પંહોચતા વધું સારવાર માટે રાજકોટ ખસેડાયાં હતાં.

અકસ્માત ની ઘટનાં બાદ ઇજાગ્રસ્તો ને ગોંડલ સિવીલ હોસ્પિટલમાં ખસેડયા ત્યાંરે કોઈ પણ ડોક્ટર હાજર નાં હોય અને સફાઇ કર્મચારીઓ દ્વારા ઇજાગ્રસ્તો ને પાટાપીંડી કરાતી હોય હોસ્પિટલમાં સેવાકાર્ય કરતાં શિવમ્ ગૃપ નાં દિનેશભાઇ માધડ ઉકળી ઉઠયાં હતાં અને હોસ્પિટલ નાં અંધેરતંત્ર અંગે સાંસદ રમેશભાઈ ધડુક ને ઉગ્ર રજુઆત કરતાં સાંસદ ધડુક હોસ્પિટલ દોડી ગયાં હતાં અને અધિક્ષક ડો.વાણવી ને તતડાવી ફરજ પર ગેરહાજર તબીબો અંગે ખુલાસો પુછી આરડીડી શાખા માં લોલમલોલ તંત્ર અંગે ફરીયાદ કરી હતી.દિનેશભાઇ માધડે હોસ્પિટલ માં તબીબો અને નર્સીંગ સ્ટાફ દ્વારા મનમાની ચલાવી દર્દીઓ ને પરેશાન કરાઇ રહ્યા ની રજૂઆત સાંસદ રમેશભાઈ ધડુક ને કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.