Abtak Media Google News

તમારા શરીરને ઓળખીને કોલેસ્ટ્રોલનું યોગ્ય સેવન કરવું હિતાવહ

કોલેસ્ટ્રોલ શરીરના રકત કણોમાં મળતો મીણીઓ પદાર્થ છે. માનવ શરીરને સારા કોલેસ્ટોલની જરુર હોય છે. (HDL) તેથી સ્વસ્થ્ય તેમજ શરીર જળવાય રહે છે. પરંતુ જો ખરાબ કોલેસ્ટ્રોલ (LDL)ની માત્રા રકતમાં વધી જાય તો હ્રદયના હુમલા, શરીરમાં ચરબી તેમજ રકત પ્રવાહની તકલીફો થઇ જાય છે. જો કે કોલેસ્ટ્રોલ વારસાગત પણ હોય શકે છે પરંતુ તે જીવનશૈલી તેમજ રોજીંદા આહાર માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના મતે જો તમે સ્વસ્થ હોય તો એક દિવસમાં ૩૦૦ ગ્રામથી વધુ કોલેસ્ટ્રોલ લેવું જોઇએ નહીં.

અહીં આપણે પાંચ ખોરાક વિશેષ જાણીશું જે તમારા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોઇલને વધારી શકે છે જેની અવગણના કરવી જ ઉત્તમ છે.

શૈલફિશ

શૈલફીશમાં વધુ માત્રામાં કોલેસ્ટ્રોલ હોય છે જેને સામાન્ય રીતે માખણમાં રાંધવામાં આવે છે. જે કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે. હ્રદયની બિમારીથી પીડાતા લોકોએ બોબસ્ટર અથવા જીંગા જેવી શૈલફીશનું સેવન ન કરવું હિતાવહ છે.

રેડ મિટ

રેડ મીટમાં પ્રાણીઓની ચરબી હોય છે જે તમાર કોલેસ્ટ્રોલમાં વધારો કરે છે જો તમે મિટના શોખીન હોય તો સ્કિનલેસ મીટ જેમ કે ચિકન, તુરકી બ્રેસ્ટ તેમજ ફિશ ખાવી જોઇએ જો તમે ફ્રીઝન મીટ ખરીદો તો ફેટ ફ્રી હોય તેનું ઘ્યાન રાખવું.

માખણ અને ઘી

દેશી ઘી શરીર માટે ગુણકારી છે પરંતુ તેનું વધુ સેવન કરવાથી કોલેસ્ટ્રોલ વધવાનું શરુ થઇ જાય છે. પ્રોસેસ્ડ માખણમાં સોડીયમનું પ્રમાણ વધુ હોવાને કારણે શરીરમાં બ્લડ પ્રેસર તેમજ કોલેસ્ટ્રોલ વધે છે.

કોકોનેટ ઓઇલ અને કોકોનટ ક્રીમ

કોકોનેટ તેલ આમ તો સ્વસ્થ્ય માટે ગુણકારી છે પરંતુ તેમાં બોરક એસીડના રુપમાં સેપ્યુરેટેડ ફેટ હોય છે. જે કોલેસ્ટ્રોલ લેવલને ઘટાડે છે. માટે જ ઓછા ખોરાક માટે આ એક ઉત્તમ ઉપાય છે. તેમજ રોજ ૨૪ ગ્રામ સેપ્યુરેટેડ ઓઇલ હાનિકારક નથી.

આઇસફ્રિમ

હાઇ કોલેસ્ટ્રોલ ધરાવતા વ્યકિતઓ માટે આઇસફ્રિમ કપ બેસ્ટ ડેસર્ટ સાબિત થશે નહી કારણ કે ઉત્૫ાદકો વધુ ફેટ વાળા દુધ તેમજ ક્રિમનો ઉપયોગ કરતા હોય છે. વધુ સુગર, બેકરી પ્રોડકટસ અને પેકેજ જયુસના સેવનથી વજન વધી શકે છે. તેની કોલેસ્ટ્રોલ લેવલ પર નકારાત્મક પરિણામો થઇ શકે છે.

અમેરિકન હાર્ટ એસોસિએશન ર૦ વર્ષથી ઉપરની દરેક વ્યકિતને દર વષે કોલેસ્ટ્રોલ લેવલ ચેક કરવાની સલાહ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.