Abtak Media Google News

કોવિશીલ્ડ અને કોવેકિસનને મંજૂરી મળ્યા બાદ હવે,રસીકરણ ટુંક સમયમાં જ શરૂ થવાના એંધાણ છે. ત્યારે ઘણા એવા દર્દીઓ અને ખાસ મોટી વયના લોકો છે જેમને રસીને લઈ મુંઝવણ છે. મોટાભાગનાં લોકોને પ્રશ્ર્ન છે કે તેઓ કોરોના રસી લેવાને લાયક છે કે કેમ? રસી કયારે લેવી જોઈએ?? રસી લીધા બાદ અને લીધા પહેલા શું?? આ તમામ પ્રશ્ર્નોના જવાબમાં એઈમ્સના ડો. રણદીપ ગુલેરિયા જણાવે છે કે, રસી લેવી જોઈએ કે નહિ?? તે ફરજીયાત નથી પરંતુ કોરોના સામેની લડાઈને મજબૂત કરી કોરોનાકાળમાંથી મૂકત થવા ડોઝ લેવા જરૂરી છે.

પ્રશ્ન: 1 શું દરેકને સાથે રસી આપવામાં આવશે?

જવાબ: ભારત સરકારે રસીની ઉપલબ્ધતાના આધારે અગ્રતા વાળા વયજૂથના નાગરિકો પસંદ કર્યા છે. તેઓ પ્રથમ રસી લેશે કારણ કે તેઓ વધુ સેન્સિટિવ છે. પ્રથમ જૂથમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ શામેલ છે. બીજા જૂથમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 50 વર્ષથી ઓછા પણ કોમૉર્બિડ કન્ડિશન વાળા લોકો સામેલ છે.

પ્રશ્ન: 2 દરેકને મફતમાં રસી મળશે ??

નહિં, દરેક નાગરિકને મફતમાં રસી આપવાની હાલ યોજના નથી. પ્રથમ તબક્કામાં જુલાઈ માસ સુધીમાં 30 કરોડ ભરતીયોને રસી આપવાનું લક્ષ્યાંક છે જેમાંના પ્રથમ 3 કરોડ હેલ્થ વર્કર અને જરૂરિયાતમંદને રસીના ડોઝ ફ્રી અપાશે જ્યારે બાકીના 27 કરોડને રસી મફતમાં આપવી કે કેમ ?? તે અંગે હવે નિર્ણય લેવાશે.

પ્રશ્ન: 3 શું રસી લેવી ફરજિયાત છે?

કોવિડ -19નું રસીકરણ વૈકલ્પિક છે. જો કે, ડોકટરોની સલાહ એ છે કે વાયરસથી બચવા માટે સંપૂર્ણ રસીકરણના વિકલ્પને અનુસરવું જોઈએ.

પ્રશ્ન: 4 રસી લેવા માટે નોંધણી જરૂરી છે ??

હા, કોરોનાની રસી માટે નોંધણી ફરજીયાત છે. જે સરકાર દ્વારા લોન્ચ કરાયેલી કોવિન એપ પર સરળતાથી થઈ શકે છે.

પ્રશ્ન: 5 રસીની આડઅસર ખરી ??

એઈમ્સના ડોકટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં મંજૂર કરાયેલી બંને રસી સુરક્ષીત જણાઈ છે. પરંતુ દર્દીઓની તાસીર પ્રમાણે નાની અસર થઈ શકે છે. એલર્જી હોય તેવા દર્દીઓએ ધ્યાન રાખવું પડશે. એલર્જીક રીએક્શનમાં ઝીણો તાવ અને કળતરનો સમાવેશ છે.

પ્રશ્ન 6 હું રસી માટે લાયક છું કે નહીં તે હું કેવી રીતે જાણવું ??

પ્રારંભિક તબક્કે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન કામદારોને રસી અપાશે. રસીની ઉપલબ્ધતાના આધારે, 50 વત્તા વય જૂથ પણ શરૂઆતમાં રસી મેળવી શકે છે. પાત્ર લાભાર્થીઓને તેમના = નોંધાયેલા મોબાઈલ નંબર પર રસીકરણ કરાવવાની સુવિધા અંગે માહિતી આપવામાં આવશે. સમયની માહિતી પણ ફોન પર ઉપલબ્ધ રહેશે.

પ્રશ્ન 7 રસીકરણ કેન્દ્રમાં શું કરવું ??

રસીકરણ પછી ઓછામાં ઓછા અડધા કલાક માટે કેન્દ્રમાં રહેવાનું રહેશે. જો તમને કોઈ સમસ્યા અથવા આડઅસર હોય તો ઉપસ્થિત આરોગ્ય અધિકારીનો સંપર્ક કરો.

પ્રશ્ન 8 રસીકરણ પૂર્ણ થાય છે ત્યારે પણ તમને અપડેટ્સ મળશે ??

હા. કોવિડનું રસીકરણનું શેડ્યૂલ પૂર્ણ થયા પછી, નોંધાયેલા નંબર પર SMS મોકલવામાં આવશે. રસીના તમામ ડોઝ પૂરા થયા પછી રજિસ્ટર્ડ નંબર પર QR આધારિત પ્રમાણપત્ર પણ મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.