Abtak Media Google News

એક સમયે એવો પણ હતો જ્યારે મનુષ્ય આજના આધુનિક સાધનોનો ઉપયોગ કરવાનું વિચારીપણ ન શકતો.ક્યાંય પણ આવવા જવા માટે માત્ર એક જ સાધન હતું તે સાધન માત્ર પગ હતા.માણસને ક્યાય પણ આવું જવું હોય તો ટે પગપાળા જતા હતા આજે વિશ્વમાં માણશે ખૂબ જ ઝડપી રફતાર પકડી છે અને એકથી વધારે એક વસ્તુ આપના માટે ઉપલબ્ધ છે.પરંતુ શું તમે જાણો છો કે ઇતિહાસમાં પરિવહન માટે વાહનો ઉપયોગ સૌથી પહેલા ક્યારે થયો?

 શુ તમે જાણો કઈ રીતે મોટરકારની શરૂઆત થઇ ?? અને ભારતમાં સૌથી પેહલા ક્યાં વ્યક્તિએ કાર ખરીદી હતી.

જો તમારો જવાબ ના માં છે તો ચાલો અમે તમને જણાવીએ કે વિશ્વની પેહલી મોટર કાર થી જોડાએલા ઈતિહાશો

વિશ્વની પ્રથમ મોટર કાર : અનુમાન લગાવામાં આવ્યું છે કે ભારત દેશ માટે પરિવહન માટે સૌથી પહેલી વખત 4000 વર્ષ પહેલાં પૈડાનો ઉપયોગ થયો હતો. સમગ્ર વિશ્વની વાત કરી તો સૌથી પહેલા પૈડાનો ઉપયોગ 18 મી શાદીના અંતમાં થયો હતો

જૅમ્સ વોટ દ્વારા 1705 ઇ.સ. માં સ્ટીમ એન્જિનની શોધ કરવામાં આવી, ત્યારબાદ ઉર્જાથી ચાલતાં પરિવહનનું નિર્માણમાં ઘણી વધારે તેઝી આવવા લાગી હતી. 1769 ઇ.સ. માં વિશ્વની સૌથી પહેલી મોટર કાર ફ્રાંસની સીસીક નિકોલસ જેસેફ કગનૉટ દ્વારા બનાવવામાં આવી હતી જે એક ઇતિહાશિક વાહન માનવામાં આવે છે.

સૌ પ્રથમ વખત જર્મનીમાં વર્ષ 1878 માં ગટ્ટીબ ડેમલર અને કાર્લ બેન્જે મોટર કાર ઉદ્યોગની નિવી રાખવાની કામગીરી હતી. વર્ષ 1885 માં તે એન્જિનોની શોધ કરવામાં આવી હતી જે પેટ્રોલથી ચાલતા હતા અને 1886 માં ડેમલર દ્વારા મોટર સંચાલિત કારનું નિર્માણ થયું હતું.

વર્ષ 1990 માં ફ્રાન્સના બે નાગરિકો લેવસ્સર અને પૅનહાર્ડ દ્વારા ડેમલર એન્જિનથી ચાલતા મોટર વાહનોનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું.

ચાર્લ્સ ડુરેયા જે એક અમેરિકન નાગરિકો હતો તેમણે વર્ષ 1893 માં પેટ્રોલ એન્જિનથી ચાલતું મોટર કાર બનાવ્યું હતું. વર્ષ 1898 માં મોટર ઉત્પાદક કંપનીઓની સંખ્યા લગભગ 50 ની નજીક  પહોચી ગઈ હતી જ્યારે 1908 આસપાસ મોટર કાર નિર્માતા કંપનીઓ સંખ્યામાં ખૂબ ઝડપથી વધારો થયો છે અને તે 240 ના આકડાને પાર કરી લીધો હતો.

ભારતમાં સૌથી પહેલી મોટર કાર

1897 માં સત્તાવાર રીતે સૌથી પહેલી કાર કોલકાતાના મિસ્ટર ફોસ્ટરના માલિક ક્રિમસન ગ્રીવ્ઝ પાસે જોવા મળી હતી. જ્યારે ભારતના મુંબઇ શહેરમાં વર્ષ 1898 માં 4 મોટર કાર ખરીદવામાં આવી હતી આ 4 માંથી જમાશેદજી ટાટાએ એક કાર ખરીદી લીધી છે.

તો મિત્રો વિશ્વભરમાં સૌથી પહેલા 18 મી શદીના અંતમાં પૈડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે 1769 માં વિશ્વની સૌથી પહેલી મોટર કારનું નિર્માણ થયું ભારત દેશ સૌથી પહેલા 1897 માં મોટર કારનો ઉપયોગ થયો હતો. ત્યાર પછી ધીમે ધીમે સાયન્સે એટલી પ્રગતિ કરી હતી કે એક દિવસ એવો આવ્યો કે જયારે એકથી વધુ એક ગાડીઓ ની ડીઝાઇન બજારમાં દેખાવા લાગી હતી. અને આજે પરિસ્થિતિ એવી સર્જાય છે કે રસ્તાઓ પર માણસથી વધુ ગાડીઓ જોવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.