Abtak Media Google News

પુસ્તકને માણસના સૌથી સારા મિત્ર ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે, પુસ્તક તમને ક્યારેય એકલા કે નિષ્ક્રિય પડતા દેતા નથી

દુનિયા સૌથી વંચાનારા પુસ્તકો

Old Books 436498 960 720દુનિયામાં અત્યાર સુધી સૌથી વધુ વાંચવામાં આવેલા ટોપ 3 પુસ્તકો છે ધ હોલી બાઈબલ, કોટેશન્સ ફ્રોમ ચેરમેન માઓત્સે તુંગ અને હેરી પૉટર સીરીઝ

એક ભારતીય કેટલું વાંચે છે?

20150729211514 Man Reading Book Hipsterભારતમાં એક વ્યક્તિ 10.7 કલાક/સપ્તાહ કંઈકને કંઈક વાંચવામાં પસાર કરે છે. આ રીતે વાંચવાની બાબતમાં ભારતીય વ્યક્તિ અમેરિકન્સ અને ઈંગ્લેન્ડના લોકોથી આગળ છે.

હેરી પોટર સૌથી વધુ વિવાદિત

5399905776 18E063742D Bહેરી પોટર સિરીઝના પુસ્તકો અમેરિકામાં સૌથી વધુ બેન કરાયેલા પુસ્તકોમાં સૌથી ઉપરના સ્થાને છે.

પુસ્તકો સાથે અનોખો રેકોર્ડ

12 82012માં સીડનીમાં 998 સ્ટુડન્ટ્સે પોતાના માથા પર પર પુસ્તકને બેલેન્સ કરીને ઊભા રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

 

પુસ્તકો ખરીદીને ન વાંચનારને ‘Tsundoku’ કહેવાય

A Good Lifetime Habit Read More Books To Expand Your Sense Of Lifeઘણા લોકો પુસ્તકો ખરીદવા માટે તો ખરીદી લે છે પરંતુ પછી તેને વાંચવાની તસદી લેતા નથી. જાપાનીઝ ભાષામાં આવા લોકોને Tsundoku કહેવામાં આવે છે.

પુસ્તકોની ગંધને પસંદ કરનારને શું કહેવાય?

Adobestock 112740661

ઘણા લોકોને પુસ્તકોમાંથી આવતી ગંધ ખૂબ જ પસંદ હોય છે. આવા લોકોને Bibliosmia કહેવામાં આવે છે.


બિલ ગેટ્સ પાસે સૌથી મોંઘુ પુસ્તક

Billgatesreadingલિયોનાર્ડો  ધ વિન્ચીની થિયરી પર આધારિત The Codex Leicesterને માઈક્રોસોફ્ટના માલિક અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બિલ ગેટ્સે 30.8 મિલિયન ડૉલરમાં ખરીદી હતી. કોઈપણ પુસ્તક માટે ખર્ચવામાં આવેલી આ સૌથી મોટી રકમ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.