Abtak Media Google News

સ્કૂટર, મોટરસાઈકલ અને મોપેડ જેવા ટુ વ્હીલર ઓછા બળતણે ચાલવાની ક્ષમતા અને ટ્રાફિકમાં સરળતાથી જઈ શકવાના કારણે વાહનવ્યવહારનો સૌથી લોકપ્રિય પ્રકાર છે. ટુ વ્હીલરનું વેચાણ કાર કરતા અનેકગણું વધારે થાય છે. ભારતમાં 2003માં 4.75 કરોડ (47.5 મિલિયન) જેટલા ટુ વ્હીલર હતા, જ્યારે કારની સંખ્યા માત્ર 86 લાખ (8.6 મિલિયન) હતી.

2બજારના હિસ્સાની દૃષ્ટિએ જોઈએ તો હીરો હોન્ડા, હોન્ડા, ટીવીએસ (TVS) મોટર્સ, બજાજ ઑટો અને મહિન્દ્રા ટુ વ્હિલર બનાવતી કંપનીઓ છે. જોકે દેશમાં બ્રાન્ડ ગણાતી રોયલ એન્ફિલ્ડ આજે પણ વિવિધ પ્રકારની બ્રિટિશ બુલેટ મોટરસાઈકલનું નિર્માણ કરે છે, આ એક ક્લાસિકલ મોટરસાઈકલ છે જેનું ઉત્પાદન હજુ પણ ચાલુ છે.

ઑટોમોબાઈલ પ્રોડક્ટ્સ ઓફ ઈન્ડિયા (એપીઆઈ) (API)ની મુંબઈમાં 1949માં સ્થાપના કર્યા પછી ભારતમાં સ્કૂટરનું ઉત્પાદનકાર્ય શરૂ થયું હતું. જેણે આઝાદી પહેલાં વિવિધ યંત્રો જોડીને લેમ્બ્રેટા સ્કૂટરો બનાવવાની શરૂઆત કરી હતી. બાદમાં તેમણે એલઆઈ 50 સીરિઝ માટે લાયસન્સ મેળવ્યું હતું, અને સાઠના દાયકાની શરૂઆતમાં પૂરજોશમાં ઉત્પાદનકાર્ય શરૂ કર્યું હતું.

1 11972માં ઉત્તર પ્રદેશના લખનઉમાં રાજ્ય સરકાર દ્વારા કાર્યરત સ્કૂટર્સ ઈન્ડિયા લિમિટેડે (એસઆઈએલ) (SIL) લેમ્બ્રેટા મોડેલનું ઉત્પાદન કરવાના તમામ હકો ખરીદી લીધા હતા. એપીઆઈ (API) પાસે મુંબઈ, ઓરંગાબાદ અને ચેન્નાઈમાં માળખાગત સવલતો હતી, પરંતુ 2002થી તે બંધ કરવામાં આવ્યું હતું. એસઆઈએલએ (SIL) 1998માં સ્કૂટરનું ઉત્પાદન બંધ કર્યું હતું.

મોટરસાઈકલ અને સ્કૂટર અનેક શહેરોમાં ભાડેથી લઈ શકાય છે. જે પૈકી મોટા ભાગના શહેરોમાં ડ્રાઈવર અને પાછળ બેઠેલી વ્યક્તિ માટે સુરક્ષાત્મક હેલમેટ ફરજિયાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.