Abtak Media Google News

આપણે પેલા ટેલિફોન નો ઉપયોગ તો કરતા જ હતા પણ સમય જતા આપણે બધા મોબાઈલ ફોનનો ઉપયોગ થવા લાગ્યો અત્યારે તો એનો ટ્રેન્ડ ખુબ વધી ગયો છે પણ એ ક્યારેય પ્રશ્ન ઉભો થયો કે આપણે મોબાઈલનો વપરાશ તો કરીએ છીએ પણ એની શોધ ક્યારે થાય અને કોને કરી હતી

જાણો મોબાઈલ ફોનની શોધ વિષે થોડું :

વિશ્વમાં પ્રથમવાર કોઈ મોબાઇલ ફોન સામે આવ્યો તેના પહેલાં રેડિયો ફોન વપરાતા હતા. જોકે, તેમાં સેલ્યુલર ફોન જેવી સુવિધા નહોતી. વળી, વાયરલેસ ફોન ઘણા સમય પહેલા સૈન્યના જવાનો ઉપયોગમાં લેતા હતા. તેનો પ્રથમ નાગરિક ઉપયોગ 17 જૂન 1946ના દિવસે અમેરિકાના સેન્ટ લૂઈસ મિઝૂરી ખાતે કરવામાં આવ્યો હતો. તે સમયે બેલ સિસ્ટમ મોબાઇલ ટેલિફોનિક સર્વિસના નામે એક કાર દ્વારા વાયરલેસ ફોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Mobile Phone

જે તે સમયે તેને કાર ફોન એવું નામ આપવામાં આવ્યું હતુ અને તેનું વજન અંદાજે 36 કિલોગ્રામ હતું. વિશ્વની પ્રથમ ઓટોમેટેડ કાર ફોનસેવા 1960માં સ્વીડન ખાતે શરૂ કરવામાં આવી હતી. તે સમયે તેનું વજન 40 કિલોગ્રામ હતું. ત્યારબાદ 1962માં વેક્યુમ ટ્યૂબ્સને સ્થાને ઠેર ઠેર ટ્રાન્ઝિસ્ટર લગાવીને કેટલીક આધુનિક ફોન સેવા શરૂ કરવામાં આવી.

1971માં એમટીડી ફોન સેવા શરૂ કરવામાં આવી અને તે 1987 સુધી ચાલી હતી. જોકે, તે એક કાર ફોન સેવા હતી અને તે એ પ્રકારના હેન્ડસેટ નહોતા, જેવા હાલના સમયમાં આપણે જોઈએ છીએ. માર્ટિન કૂપરે 3 એપ્રિલ 1973ના દિવસે સૌથી પહેલો ઉપયોગ કર્યો હતો. તેમણે પોતાના પ્રતિસ્પર્ધી બેલ લેબ્સના ડો. જોએલ એસ એન્જલને ફોન કરીને પ્રથમ મોબાઇલ હેન્ડસેટનું પ્રદર્શન કર્યું હતું.

જોકે, વિશ્વની પ્રથમ કોમર્શિયલ ફોન સેવા 1979માં એનટીટી દ્વારા જાપાનના ટોક્યો શહેરમાં શરૂ કરવામાં આવી હતી. તે પછી 1981માં ડેનમાર્ક, ફિનલેન્ડ, નોર્વે અને સ્વીડનમાં મોબાઇલ ફોન સેવા શરૂ કરવામાં આવી હતી. તેનું નામ હતું નોર્દિક મોબાઇલ ટેલિકોમ (એનએમટી). 1983માં અમેરિકાએ 1જી ટેલિફોન નેટવર્ક અમેરિટેક નામથી શિકાગોમાં સેવા શરૂ કરી હતી. જ્યારે ભારતમાં પ્રથમ મોબાઇલ ફોન સેવા 15 ઓગસ્ટ 1995માં દિલ્હી ખાતે નોન પ્રોફેશનલ ઢબે શરૂ થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.