Abtak Media Google News

તાંબુ એક ધાતુ છે અને યાદીકાળથી તેને પવિત્ર ધાતુ માનવામાં આવી છે. અને આયુર્વેદની દ્રષ્ટિ એ પણ તાંબા ના વાસણમાં પાણી પીવાથી સ્વાસ્થ્ય ને લાભદાયક થાય છે તેવું જણાવવામાં આવ્યું છે ત્યારે તાંબાના વાસણનો ઉપયોગ પૂજામાં કરવો એ પણ એક પવિત્ર  માનવામાં આવે છે. ત્યારે આ પવિત્ર ધાતુ નો ઉપયોગ એક સ્ટેટસ પણ ક્રિયેટ કરે છે. ત્યારે વર્તમાન સમય માં એક ણવો ટ્રેંડ ચાલી રહ્યો છે જે અનુશાર જે લોકો આલ્કોહોલ લ્યે છે તેવા લોકો તાંબાના મગ માં શરાબી લિજ્જત માનવાનું વધુ પસંદ કરે છે પરંતુ તેમને નથી ખબર કે તાંબાના વાસણમાં માં અલ્કોહોલિક પીના પીવાથી ટે તેમના મૃત્યુ ને નોતરે છે. બારમાં પણ આ ટ્રેંડ પ્રચલિત થયો છે જ્યાં તાંબાના વાસણમાં કોકટેલ પીરસવામાં આવે છે. અને લોકો પણ તેને ખુબ મજાથી માણે છે. અને સૌથી વધારે તેમાં મોસ્કો જ્યુલ પીરસવામાં આવે છે. જેમાં તાંબાની ધરું અને આલ્કોહોલ મિશ્રણ થતા ફુડ પોઈઝંનને આમંત્રણ આપે છે અને જે વ્યક્તિ આ રીતે ડ્રીક લ્યે છે જેને જીવનું જોખમ પણ ઉદ્ભવે છે તેમજ પેટના દર્દોને પણ નોતરે છે ‘ધ ફુડ એન્ડ દ્દ્રગ્સ એડમિનિસ્ટ્રેશન’ ના જણાવ્યા અનુશાર જે ખાવા પીવાની વસ્તુ માં phph માન 6 થી ઓછુ હોય તેને તાંબાના વાસણમાં ક્યારેક ન ખાવું પીવું જોઇએ. આ ગંભીર બાબતે અમેરિકાના કેટલાક રાજ્યોમાં તાંબાના વાસણમાં ડ્રીન્કસ લેવા બાબતે ગ્રાહકોને જાગૃત કરવામાં આવે છે. જો ખરેખર તમે તાંબાના મગમાં આલ્કોહોલ લેવાના શોખીન છો તો તમે સ્ટીલ અથવા નિકાલ ના કોટિંગ કરેલા તાંબાના મગ નો ઉપયોગ કરવાનું પસંદ કરો, જેથી તમારા માટે પેટના દર્દ અને જીવના જોખમ જેવા કોય જોખમો નો ખતરો ઉભો ન થાય તેમજ કોકટેલ અને આલ્કોહોલનો પણ પૂરો આનંદ પણ માની શકો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.