Abtak Media Google News

  ટેકનોલોજીની વાત જયારે આવે ત્યારે આપડા મગજમાં ગૂગલ,એપલ અને માઈક્રોસોફ્ટ જેવી દિગ્ગજ કંપની યાદ આવે.ચાલો આજે આપડે જોઈએ આ કંપની કેવી રીતે કમાણી કરે છે.

ફેસબુકની વાત કરીએ તો સોશ્યલ મીડિયામાં દિગ્ગજ ફેસબુકની રેવેન્યુ મોટેભાગે ફેસબુક એડ્સ થઈ આવે છે. કંપનીના રેવેન્યુમાં 97% હિસ્સો ફેસબુક એડ્સનો છે. કંપનીની રેવેન્યુનો બાકીનો 3% હિસ્સો અન્ય માધ્યમોથી આવે છે.

એપલની રેવન્યુના મોટાભાગનો હિસ્સો આઈફોનથી આવે છે.કંપનીની રેવન્યુમાં 63% હિસ્સો આ ફોનનો છે.ત્યારબાદ આઈપેડ અને આઈમેકનોકૉન્ટ્રિબ્યુશન ક્રમશ: 10% અને 11% છે. અન્ય પ્રૉડક્ટસ જેવા કે એક્સેસરીઝથી 5% રેવેન્યુ આવે છે. આ સિવાય આઇક્લાઉડ, એપલ મ્યુઝિક, આઇટ્યૂન્સ જેવી સર્વિસીસની કંપનીની કુલ રેવેન્યુમાં હિસ્સો 11% છે.

ટેક્નોલૉજી કંપની માઇક્રોસોફ્ટ કૉર્પોરેશનનું રેવેન્યુમાં તેના મોટેભાગે પ્રૉડક્ટસના શૅરને સમાન રૂપે ડિવાઇડ કરવામાં આવ્યા છે. કંપનીની ટોટલ રેવેન્યુમાંથી 28% હિસ્સો માઇક્રોસોફ્ટ ઑફિસનો છે. તે પછી વિન્ડોઝ સર્વર અને વિડોન્ઝ એજ્યોરનો 22% હિસ્સો છે.એક્સબૉક્સ, વિન્ડોઝ ઑપરેટિંગ સિસ્ટમ, બિંગ અને અન્ય એડવર્ટાઝિંગ બિઝનેસ માઇક્રોસોફ્ટના ટોટલ રેવેન્યુનો હિસ્સો ક્રમશ: 11%, 9%, 7% અને 5 % છે.આ સિવાય 18% રેવેન્યુનો હિસ્સો કંપનીના અન્ય માધ્યમો દ્વારા બતાવવામાં આવી રહ્યો છે.

ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટનો રેવેન્યુનો મોટો હિસ્સો ગૂગલ એડવર્ડ્સ અને યૂટ્યૂબથી આવે છે. આ બંને પ્રૉડક્ટ્સથી કંપની 88% રેવેન્યુ આવે છે. ગૂગલ પ્લે સર્વિસ અને પિક્સલ પ્રૉડક્ટ્સનો રેવેન્યુમાં હિસ્સો 11% છે. આ સિવાય સહાયક કંપનીઓ જેવી કે નેસ્ટ, ગૂગલ ફાઇબર અને વેરિલીતી 1% રેવેન્યુ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.