Abtak Media Google News

રસોઈમાં જો કોઈ પણ વ્યંજનમાં જરા પણ મીઠું ઓછું હોય તો તે વ્યંજન બેસ્વાદ લાગે છે અને ત્યારે આપણે સામાન્ય રીતે તેમાં ઉપરથી મીઠું નાખવાનું રાખીએ છીએ . પરંતુ મીઠાના જુદા જુદા પ્રકારનો ભોજનમાં પણ જુદી જુદી રીતે ઉપયોગ થાય છે એ ખબર છે??

સ્વાદ અને સુગંધ એટલે કેસર મીઠું8Fxu7Dnmrecpwz7Kg88A Img 0950

        કેસર વલલુ મીઠું એવું મીઠું છે જે ઝળપથી ઓગળી જાય છે એટ્લે જ્યારે કોઈ રેસીપી બનાવવામાં આવે ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ મીઠાનો મહત્તમ ઉપયોગ રેસ્ટોરન્ટમાં કરવામાં આવે છે જે વ્યંજનને સ્વાદિષ્ટ બનાવવાની સાથે તેના સ્વાદનો પણ અલગ જ અનુભવ કરાવે છે. એને એટલે જ તે વ્યંજનને પરફેક ટેસ્ટ આપે છે.

ફ્લેટ સી સોલ્ટ

Adobestock 102006299ફ્લેટ સી સોલ્ટ જે સંપૂર્ણ રીતે ખારાશ વાળું હોય છે અને તેમાં અનેક પ્રકારના ખનીજ પદાર્થ પણ રહેલા હોય છે. એ મીઠાનો ઉપયોગ તમે સલાડ, શાકભાજી ઉકાળવામાં તેમજ મત્સ્ય ઉધ્યોગ માટે થાય છે, આ ઉપરાંત પાસ્તા, પોપકોર્નનો ટેસ્ટ વધારવા માટે પણ કરી શકાય છે. આઇસ્ક્રીમ બનાવવા માટે પણ આ કાચા મીઠાનો ઉપયોગ થાય છે. પરંતુ કાચા મીઠાનો અતિ ઉપયોગ સ્વાસ્થય માટે સારો નથી.

અથાણાં માટે ખાસ મીઠું

Cuckes In Saltસમુદ્રી મીઠું હોવાને કારણે તેમાં આયોડિન પૂરતા પ્રમાણમા હોય છે. જે અઠનના કુદરતી રંગને જાળવી રાખે છે. અને એટલા માટે જ તેનો મુખ્ય ઉપયોગ અથાણામાં થાય છે.

સાઇપ્રસ સોલ્ટ

1500881231837        મીઠાનો આ પ્રકાર એટલે ખારું મીઠું નહીં પરંતુ મીઠાશ વાળું મીઠું. આ મીઠું ક્રિસ્ટલના સ્વરૂપમાં આવે છે. તેનો મહત્તમ ઉપયોગ બેકરી પ્રોડક્ટ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટમાં શાક બનાવવા માટે આ રીતના ફ્લેવાર વાળા મીઠાનો ઉપયોગ વધ્યો છે.

રોક સોલ્ટ

878573E964D14Ca5Aacb917738C2105F        રોક સોલ્ટ એટલે સંચળ જેનો ઉપયોગ આઇસક્રીમનો આકાર જાળવી રાખવામા મદદરૂપ થાય છે. એટલે કે તે બરફને જલ્દી ઓગળવા નથી દેતું , એ જ રીતે જે પહાળી વિસ્તારમાં શિયાળામાં હિમ વર્ષા થાય છે ત્યાં પણ બરફને રસ્તા પરથી દૂર કરવા માટે  આ રોક સોલ્ટનો ઉપયોગ થાય છે. આ મીઠાનો સીધો ઉપયોગ ભોજન માટે નથી કરી શકતા જેનું મુખ્ય કારણ એ છે તે સુરંગ માથી મળી આવે છે. તેને પહેલા રિફાઈન્ડ કરી પછી જ તેનો ભોજન માટે ઉપયોગ કરી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.