Abtak Media Google News

દુનિયામાં દરેક વ્યકિતનો સુવાનો એક અલગ અંદાજ હોય છે. કોઈ સીધુ સુવે છે તો કોઈ પેટ પર, કોઈ ડાબી બાજુ તો કોઈ જમણી બાજુ, કોઈ ટુંટીયુવાળી ને તો કોઈ પગ ફેલાવીની સુવે છે. પરંતુ શું આપણે જાણીએ છીએ કે ‘ડાબા પડખે’ સુવાની સલાહ આપણને આપણા વડીલો શા માટે આપે છે?

વડીલોની સાથે સાથે આયુર્વેદમાં પણ ડાબા પડખે સુવુ એટલે કે ‘વામકુક્ષી’ ને બેસ્ટ સ્લીપીંગ પોઝીશન માનવમાં આવે છે. આયુર્વેદમાં ડાબા પડખે સુવાથી શરીરના અવયવો ખુબજ ઝડપથી કાર્યરત થાય છે.

પર્યાપ્ત ઉંધ લેવી સેહત માટે ખુબજ જરૂરી છે. અપર્યાપ્ત ઉંઘના કારણે ઘણે શારીરીક અને માનિસક બિમારીઓ નો ખતરો ઉભો થાય છે.

આપણુ હૃદય ડાબી બાજુ છે. અને ડાબા પડખે સુવાથી હૃદયને આરામ મળે છે. અને આરામ મળતા હૃદય સારી રીતે કાર્યરત રહે છે.

જમ્યાબાદ તુરંત ડાબા પડખે સુવાથી આયુર્વેદની ભાષામાં વામકુક્ષી કરવાથી પાચનક્રિયા તેજ બને છે. અને ખોરાક જલ્દી પચે છે.

આ સાથે ગર્ભાવસ્થા દરમિયાન ડાબા પડખે સુવાનું ડોકટર્સ દ્વારા જણાવાય છે. તેનાથી યુટસ પર દબાણ નથી પડતુ અને બ્લડ સકયુલેશન પણ નિયમિત બને છે.સાથે જ આ પોઝીશનમાં સુવાથી પીઠ દર્દમાં પણ આરામ મળે છે. ગર્ભાવસ્થામાં નિરાંતની ઉંઘ લેવી ઘણી મુશ્કેલ હોય છે. તેવામાં ડાબા પડખે સુવુ ઘણુ આરામદાયક રહે છે.

જો તમને એસીડીટીની તકલીફ છે. અને છાતીમાં જલન થાય છે તો ડાબા પડખે સુવાથી વિશેષ લાભ થાય છે. જો તમને પીઠમા દર્દ થતુ હોય તો પણ ડાબા પડખે સુવાથી ફાયદો થાય છે.ડાબા પડખે સુવાથી બ્લડફલો ફિલ્ટર થઈને વધુ કાર્યક્ષમ કરે છે.

ડાબા પડખે સુવાના અન્ય મહત્વના ફાયદાએ છે કે બેકપેઈન, નેક પેઈનમાં પણ ઘણી રાહત થાય છે. અને શરીર કોઈ ભયંકર બિમારીનો ખતરો રહેતો નથી. કીડની, લીવરના ફંકશન્સને પણ ડાબા પડખેસુવાથી વધારે ફાયદો થાય છે. અને શરીરમાં જો કોઈ બિમારી ન હોય તો તંદુરસ્ત શરીર, તંદુરસ્ત મગજ વધુ કાર્યકરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.