Abtak Media Google News

મગજ આપણી બોડીનો સૌથી જરૂરી ભાગ છે.  મગજને આપણી બોડીનું કંટ્રોલ પેનલ કહેવાય તો પણ તે ખોટું નથી. ડોક્ટરનું કહેવું છે કે સામાન્ય રીતે લોકો તેમના બોડી અને લુક્સની જેમ માવજત કરે છે તેમજ મગજની માવજતને લઈ ને એટલા જ લાપરવા હોય છે. શરીરને ફંક્શન્શનલ રાખવા માટે જવાબદાર મગજની પણ  કાળજી રાખવી જરૂરી છે. માત્ર ઈજા અથવા તો ખોટી દવાઓથી જ મગજને નુકસાન નથી થતું, પણ રોજિંદા કેટલાક ભૂલોથી પણ મગજને નુકસાન પહોંચે છે.

તો ચાલો જાણીએ આપણે રોજિંદા કઈ કઈ ભૂલ કરી છીયે જે મગજ માટે નુકશાનકારક છે

અપૂરતી નિન્દ્રા-

જ્યારે તમે સૂતો છો ત્યારે તમારા મગજને પણ આરામ રિફ્રેશ થવા માટે સમય મળે છે. જો તમે પૂરતી નિન્દ્રા નથી કરતાં, તો તમારા મગજને પણ આરામ મળતો નથી અને સમય સાથે સાથે મગજની કામ કરવાની ક્ષમતા ઘટી જાય છે, જેથી મગજ ડેમેજ થવાની શક્યતા ઘણી વધી જાય છે .

નાસ્તો ન કરવો-

જો તમને લાગે છે કે નાસ્તો ન કરીને તમે હલ્દી બની રહેશો તો આ તમારી ખૂબ મોટી ભૂલ છે. બ્રેકફાસ્ટ ન કરવાથી તમારા મગજમાં ગ્લુકોઝના પુરવઠામાં ઘટાડો થાય છે અને તેના કારણે થાક અને ચીડ ચડે છે. લાંબા સમયે આ તમાર કામ અને પર્ફોમન્સ પર અસર કરી શકે છે.

વધુ જમવું –

જ્યારે તમે વધુ જમો છો, ખાસ કરીને જંક ફૂડ ત્યારે તમારો મગજ વિચારે છે કે તમારૂ પેટ ભરેલું  છે અને પછી તે ભૂખ લાગી એવા સંકેત પણ નથી આપતું. આ રીતે થાક, અને કમજોરી વધે છે અને મગજને પ્રોપર ચાલવામાં મુશ્કેલી પડે છે અને તેનાથી ઘણું નુકશાન થાય છે.

ઓછું પાણી પીવું-

આ એક જાણીટી વાત છે કે પાણી ઓછું પીવાથી બોડીમાં ડિહાઇડ્રેશનની ફરિયાદ થઈ શકે છે, પરંતુ તેનાથી તમારા બ્રેઇનની વર્કીંગ કેપેબિલિટી પર પણ અસર થાય છે અને મગજ રિસ્પોન્સ કરવામાં વધુ સમય લે છે. જો તમે આખા દિવસોમાં 8 ગ્લાસથી વધુ પાણી પીવો છો, તો ડીહાઇડ્રેશનથી મગજના ટિશુઝ સંકડાઇ જાય છે અને બ્રેઇન ડીજીઝ પણ થઈ શકે છે.

મલ્ટીટાસ્કીંગ-

જો તમે માનતા હો કે મલ્ટીટાસ્કીંગ એટલે એક સમયે ઘણા કામ કરવાથી તમારો બ્રેઇન પાવર્સ વધે છે તો શક્ય છે કે તમે ખોટા છો. સ્ટેનફોર્ડ યુનિવર્સિટિના એક રિસર્ચમાં ખુલ્લાસો થયો છે કે જે લોકો મલ્ટિટાસ્કિંગ કરે છે, લાંબા સમયે તેની એફિશિએન્સીમાં ઘટાડો થાય છે.

ધુમ્રપાન-

જો તમે ધુમ્રપાન કરો છો તો બોડીમાં ઘણા હર્મફુલ કેમેકલ રિલીઝ થાય છે. આ કેમેકલ લોહીને ઘટ્ટ કરી નાખે છે, જેનાથી મગજમાં લોહી પોચવાનું ઓછું થઈ જાય છે. આથી ઘણા પ્રકારનાં મેંટલ પ્રોબ્લેમ થઈ શકે છે.

સ્ટ્રેસ અને ટેન્શન-

સ્ટ્રેસ એટલે કે તણાવ તમારા બ્રેઇન માટે ખૂબ નુકસાનકારક છે. જર્નલ ઓફ ન્યુ્યોરૉસાયન્સ ઇન પબ્લીસ એક સ્ટડી મુજબ જયરે તમે તણાવમાં હોવ તો બોડીમાં કાર્ટિસોન નામનું હર્મોન રિલીઝ થશે જે તમારા મગજમાં નુકસાન પહોંચાડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.