Abtak Media Google News

ઓફિસમાં બપોરનું ભોજન લીધા પછી મોટાભાગના લોકોને ઊંઘ આવતી હોય છે. એવું જ નથી કે બપોરે જ ઊંઘ આવે કોક દિવસ રાત્રે કામ કરતાં કરતાં પણ ઊંઘ આવી જતી હોય છે. પરંતુ શું આપ જાણો છો કે આ ઊંઘ આવવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમ કે હેવી લંચ, રાતના ઓછી ઊંઘ, વધુ પડતો થાક અને ડાયાબિટીસના દર્દી હોવું. આ ઉપરાંત કામમાં જો કંટાળો આવતો હોય અથવા તો આપનું મનપસંદ કામ ન મળતા ચાલુ કામે ઊંઘ આવી જતી હોય છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી હેરાન-પરેશાન થઇ ગયા છો તો ફોલો કરો આ ટિપ્સ

ચ્યુઇંગમ ચાઓ

Chewing Header

તમને જ્યારે ઓફિસમાં ઊંઘ આવે ત્યારે તમે ચ્યુઇંગમ ચાઓ.ચ્યુઇંગમ ચાવવાથી મોઢું સતત ચાલુ રહેતું હોય છે જેના કારણે તરત જ ઊંઘ ઉડી જાય છે અને તમે એકદમ ફ્રેશ થઇ જાઓ છો.

કંઇક અલગ કરો

Enjoy Work

એક પ્રકારે કામ કરતાં કરતાં બોર થઇ જવાય છે, એવામાં ઊંઘ આવવી સ્વાભાવિક છે. જો વ્યક્તિ રૂટિન કરતા કંઇક અલગ કામ કરે અવા પોતાના કામ કરવાની રીતમાં પરિવર્તન લાવે તો તેની ઊંઘ ભાગી જાય છે.

થોડો સમય આંટા મારો

Business People Walking Office 2 1262 1399

ઊંઘ આવતી હોય તો ઓફિસમાં કમ્પ્યુટર સામે બેસી રહેવાને બદલે, બહાર નીકળી જાઓ અને થોડા સમય માટે આંટા મારો. કારણકે ખુરશીમાં ટેકો દઈને બેસી રહેવાથી તમને ઊંઘ આવવા લાગે છે માટે તમે થોડી વાર ઊભા ઇને આંટા મારો.

થોડીવાર મનગમતી પ્રવૃતિ કરો :

Untitled 1 65

અમુક ટાઈમે વ્યક્તિ એક ને એક કામ અથવાતો સવારથી લઈને બપોર સુધી બેઠા બેઠા  કંટાડી જાય છે અને તેને ઊંઘ આવવાનું ચાલુ થાય છે. આવા ટાઈમે જો વ્યક્તિ પોતાની મનગમતી પ્રવૃતિ કરે તો તેની ઊંઘ ઊડી શકે છે. જેમ કે, મોબાઇલ માં સોંગ સાંભળવા, ગેમ રમવી, મનગમતી વ્યક્તિ સાથે વાત કરવી, વગેરે જેવી ઇત્તર પ્રવૃતિ કરે તો તેની ઊંઘ ઊડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.